Mysamachar.in-ગાંધીનગર:
ગુજરાતમા લોકસભાની ચૂંટણીને લઈને ભાજપ અને કોંગ્રેસ દ્વારા વિવિધ મુદ્દાઓને લઈને પ્રચાર-પ્રસારનો પ્રારંભ કરી દીધો છે,ત્યારે રાજ્યમાં ૨૬ લોકસભા બેઠકો પર પુરુષોની સરખામણીમા મહિલા મતદારોની સંખ્યા પણ અડધો અડધ હોય રાજયના કુલ ૪,૫૧,૦૦,૦૦૦ મતદારો પૈકી મહિલા મતદારોની સંખ્યા ૨,૧૬,૦૦,૦૦૦ થી વધુ છે અને રાજ્યની મોટા ભાગની લોકસભાની સીટો પર મહિલા મતદારોની નોંધપાત્ર સંખ્યા હોવાનું આંકડાઓ પરથી સ્પષ્ટ થાય છે,
જે બેઠક પરથી ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહે ઝંપલાવ્યું છે તે ગાંધીનગર લોકસભા બેઠક પર મહિલા મતદારોની સૌથી વધુ ૯,૪૬,૦૦૦ થી વધુ છે,અને જામનગર બેઠક પર પણ કુલ ૧૬,૫૬,૦૦૦ મતદારો સામે ૭,૯૯,૦૦૦ જેવી નોંધપાત્ર મહિલા મતદારોની સંખ્યા હોય મહિલા મતદારોની પણ આ વખતે નિર્ણાયક ભૂમિકા બની રહેશે,
ભાજપ અને કોગ્રેસ દ્વારા મહિલાઓને અનામત આપવાની વાતો છેલ્લા ઘણા સમયથી થાય છે, પરંતુ મહિલાઓને પ્રાધાન્ય કેટલું આપવામાં આવે છે તે સૌ કોઈ જાણે છે, તેવામાં આ વખતે ભાજપ દ્વારા જામનગર લોકસભા બેઠક પર પૂનમબેન માડમ સહીત પાંચ મહિલાઓને ટીકીટો ફાળવવામાં આવી છે,
તો સામે પક્ષે કોંગ્રેસે માત્ર એક મહિલા પ્રતિનિધિને ટિકિટ આપી છે. રાજયના કુલ ૪ ,૫૧,૨૫,૬૮૦ મતદારોમાં મહિલા મતદારોની સંખ્યા ૨,૧૬,૯૬,૫૭૧ છે. ત્યારે ૨૬ લોકસભાની બેઠક પર માત્ર ૬ મહિલા ઉમેદવારો આ વખતે ચુંટણી મેદાનમાં જોવા મળશે,
એક અહેવાલ મુજબ ગાંધીનગર ઉપરાંત રાજકોટમા ૯,૦૦,૦૦૦ ઉપર, નવસારીમાં ૮,૯૪,૦૦૦, બારડોલી ૮,૯૧,૦૦૦ જેટલી મહિલા મતદારોની સૌથી વધુ સંખ્યા હોય આ બેઠકો જીતવા માટે કોઈ પણ ઉમેદવારને મહિલા મતદારો ઉપર આધાર રાખવો પડશે અને આવી જ રીતે જામનગર બેઠક ઉપર ૮,૫૬,૦૦૦ પુરુષ મતદારોની સામે ૭,૯૯,૦૦૦ મહિલા મતદારોની સંખ્યા હોવાથી ભાજપ હોય કે કોંગ્રેસ મહિલાઓના પ્રશ્નો અને સમસ્યાઓ પર ચુંટણી પ્રચારમાં વધુ ધ્યાન કેન્દ્રિત કરવું પડશે તેમ લાગી રહ્યું છે.
ત્રીજી જાતિના જામનગરમાં ૨૪ અને રાજ્યમાં આટલા મતદારો…
જામનગર લોકસભા બેઠક પર ત્રીજી જાતીના મતદારોની સંખ્યા ૨૪ છે અને રાજ્યભરમાં કુલ ૨૬ લોકસભા બેઠકો પર ત્રીજી જાતિ ના મતદારોની કુલ સંખ્યા ૯૯૦ નોંધાઈ છે.