Mysamachar.in:દિલ્હી
જેની ઘડીઓ ગણાઈ રહી હતી, તે લોકસભાની ચુંટણીની આજે કેન્દ્રીય ચુંટણીપંચે પત્રકાર પરિષદ યોજીને જાહેરાત કરી દીધી છે, આજે સાંજે ૫:૦૦ કલાકે દિલ્હીના વિજ્ઞાનભવનથી મુખ્ય ચુંટણી કમિશ્નર સુનીલ અરોરાએ આગામી લોકસભાની ચુંટણીની તારીખોની જાહેરાતો કરતાની સાથે જ આદર્શ આચારસંહિતા લાગુ થઇ ચુકી છે,
ચુંટણી પંચે કરેલી જાહેરાતોમાં ગુજરાત લોકસભાની ૨૬ બેઠકો માટે મતદાન તારીખ ૨૩ એપ્રિલના રોજ યોજાશે જ્યારે ૨૩ મે ના રોજ મતગણતરી થશે,
ચૂંટણીની જાહેરાતની સાથેસાથે…
૦૧. રાત્રે ૧૦ થી સવારે ૬ સુધી લાઉડ સ્પીકર વગાડવા પર પ્રતિબંધ
૦૨. તમામ સંવેદનશીલ વિસ્તારમાં CRPF રહેશે તૈનાત
૦૩. EVM મશીન પર હશે ઉમેદવારોની તસ્વીર
૦૪. સોશ્યલ મિડિયા પર થતા પ્રચાર-પ્રસાર પર ચૂંટણીપંચ રાખશે નજર
૨૦૧૯ લોકસભા ચૂંટણી ની તારીખ
પ્રથમ ચરણ : ૧૧/૦૪/૨૦૧૯
બીજું ચરણ : ૧૮/૦૪/૨૦૧૯
ત્રીજું ચરણ : ૨૩/૦૪/૨૦૧૯
ચોથું ચરણ : ૨૯/૦૪/૨૦૧૯
પાંચમું ચરણ : ૦૬/૦૫/૨૦૧૯
છઠું ચરણ : ૧૨/૦૫/૨૦૧૯
સાતમું ચરણ : ૧૯/૦૫/૨૦૧૯
મત ગણતરી : ૨૩/૦૫/૨૦૧૯