Mysamachar.in-સુરત:
હાલમાં ઘરે ઘરે દિવાળીના તહેવારને આડે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ગુજરાતી ઘરોમાં સાફસફાઈના કામગીરી મહિલાઓ સહીત ઘરના સભ્યો દ્વારા ચાલી રહી છે, ત્યારે સુરતના વરાછામાં એક ચોંકાવનારી ઘટના ઘટી છે. વરાછાની અનુરાધા સોસાયટીમાં એક મહિલા ત્રીજા માળેથી નીચે પટકાઈ હતી. મકાનની ગેલરીમાંથી 55 વર્ષીય મહિલા સીધી મકાન આગળ રોડ પર પટકાઈ હતી, જેથી ઘટનાસ્થળે જ મહિલાનું મોત નીપજ્યું હતું. મહિલાના મોતની સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ ગઈ હતી. મહિલાના મોતને લઈને પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.