Mysamachar.in-જામનગર:
રાજકોટ આર.આર.સેલ દ્વારા ગઈકાલે વાંકાનેર બાઉન્ડ્રી પાસેથી અંદાજે અડધો કરોડના મુદ્દામાલ સાથે જુના ફ્રિજની આડમાં લઈ અવાતો ઇંગ્લીશ દારૂનો મોટા પાયે જથ્થો ઝડપી લીધા બાદ આર.આર.સેલે આજે જામનગરના હાપા નજીકથી ૭૫ લાખના મુદ્દામાલ સાથે દારૂનું કટિંગ કરતા સમયે આઠ શખ્સોને ઝડપી લેવામાં આવતા બુટલેગરોમાં ફફડાટ ફેલાયો છે,આજે વહેલી સવારે રાજકોટ આર.આર.સેલના પી.એસ.આઇ. વાળા તેમજ સ્ટાફના રામદેવસિંહ ઝાલા, સંદીપ સિંહ ઝાલા અને કમલેશભાઈ રબારીને મળેલ બાતમીના આધારે જામનગરના હાપા મારુતિ શોરૂમ પાછળ આવેલ એક ઓઇલ કંપનીના ગોડાઉનમાં દરોડા પાડીને ઇંગ્લીશ દારૂનો કટિંગ કરતા સમયે ધ્રોલના વિપુલ આહીરને સહિત ૮ શખ્સોને દબોચી લેવામાં આવ્યા હતા,
આર.આર.સેલની ટીમે દારૂના દરોડા દરમિયાન અંદાજે ૧૧૦૦ પેટી ઇંગ્લિશ દારૂ જેની કિંમત ૪૯ લાખ ઉપર થાય છે તે સહિત આઈસર ટ્રક, યુટીલીટી જીપ, સ્વીફ્ટ કાર, બુલેટ, એકટીવા મોટરસાઇકલ સહિત કુલ અંદાજે ૭૫ લાખનો મુદામાલ જપ્ત કરવામાં આવ્યો છે,આ દારૂનો જથ્થો જામનગરના હાપા ખાતે ગુજરાતની તમામ બોર્ડર પાર કરીને દિલ્હીથી સપ્લાય થયા હોવાનું આર.આર.સેલની પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો છે, આમ જામનગરમાં સ્થાનિક પોલીસને ઊંઘતી રાખીને રાજકોટ આર.આર.સેલની ટીમે લાખો રૂપિયાનો ઇંગ્લીશ દારૂનો મોટા પ્રમાણમાં જથ્થો ઝડપી પાડતા સ્થાનિક પોલીસબેડામાં ફફડાટ ફેલાયો છે.
જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.