Mysamachar.in-અમદાવાદ:
તાજેતરમાં જ રાજ્યના આણંદમાં નકલી દારૂ બનાવવાના કૌભાંડનો પોલીસે પર્દાફાશ કર્યા બાદ આવું જ વધુ એક કૌભાંડ જેમાં સ્કોચની બોટલોમાં હલકો દારુ પધરાવી અને ભંગારના ગોડાઉનમાંથી વેચાણ થતું હોવાનો પર્દાફાશ પોલીસે કર્યો છે.અમદાવાદ શહેરના ન્યુ રાણીપ પાસે આવેલા ચેનપુર પાસે એક ગોડાઉનમાં બહારથી ભંગાર દેખાતું હતું. પરંતુ ગોડાઉનની અંદર રીતસર દારૂ બનાવવામાં આવી રહ્યો હતો. જાણે કે તમામ સ્કોચની બોટલ ત્યાં જ પેક થઈ રહી હોય અને તે માટે બે શખસો સસ્તી દારૂની ખાલી બોટલો ખરીદતા. જેમાં તેઓ હલકી ગુણવત્તાનો દારૂ એસેન્સ અને કલર મેળવીને દારૂ નવી બોટલમાં ભરી વેચતા હતા.
પ્રાથમિક માહિતી મુજબ આ ગોડાઉન છ મહિનાથી ચાલી રહ્યું હતું. જેમાં આ પ્રકારે દારૂ બની રહ્યો હતો. હાલ એક આરોપી મોન્ટુની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે તેના સાથીદારને પકડવા માટે પ્રયાસ ધરવામાં આવ્યા છે. અત્યાર સુધી આ શખસે અનેક બોટલો વેચી નાખી છે અને આ દારૂ કેટલી હલકી ગુણવત્તાનો હતો, તેની તપાસ માટે એફએસએલની મદદ લેવામાં આવી છે જેમાં હલકી ગુણવત્તાના દારૂની જગ્યાએ કોઈ કેમિકલ પણ વપરાયું હોય તેવી આશંકા છે જેનું રિપોર્ટ આવ્યા બાદ સ્પષ્ટતા થશે કે તેમાં શું મિલાવવામાં આવ્યું હતું. જેનો રિપોર્ટ આવ્યા બાદ સ્પષ્ટતા થશે કે તેમાં શું મેળવવામાં આવતું હતું.
અહી બ્રાન્ડેડ દારૂ ખાલી બોટલોમાં મિક્સિંગ કરીને તૈયાર કરાતો હતો. ડુપ્લિકેટ દારૂની બોટલોનું પેકિંગ કરવા માટે એક ખાસ પ્રકારનું ટેબલ આરોપીઓએ બનાવ્યું હતું. જેમાં દારૂની સાથે પાણી કલર અને આલ્કોહોલ મિકસ કરી અસલ બોટલની જેમ પેકિંગ કરવામાં આવતું હતું અને તેને ખોખામાં મૂકીને બ્રાન્ડેડ દારૂના નામે વેચાણ કરવામાં આવતું હતું.આમ અસ્લીને બદલી નકલી બોટલો ધબેડવાના કૌભાંડને પોલીસે ઉઘાડું પાડી દીધું છે.