Mysamachar.in-સુરત:
સુરત દુષ્કર્મ કેસમાં દોષિત જાહેર થયેલા આશારામના પુત્ર નારાયણ સાંઇને આજે સજા સંભળાવવામાં આવી છે,નારાયણસાંઇ સહિત પાંચ લોકોને 26મી એપ્રિલના રોજ કોર્ટ દ્વારા દુષ્કર્મના કેસમાં દોષિત જાહેર કરવામાં આવ્યા હતા, જે બાદ સજા માટે આજની તારીખ જાહેર કરવામાં આવી હતી,નારાયણસાંઇ સામે જે કલમો લગાવવામાં આવી છે તેના આધારે તેને આજીવન કેદની સજા કોર્ટ દ્વારા ફટકારવામાં આવી છે,અને એક લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે,
કેસ અંગેની વિગત આપતા સરકારી વકીલે કહ્યું કે આ કેસમાં સાંઈ ઉપરાંત તેના મદદગાર ગંગા, જમના, હનુમાન અને રમેશ રાજકુમાર મલ્હોત્રાને પણ દોષિત જાહેર કરવામાં આવ્યા છે. સરકાર તરફથી 53 સાક્ષીઓને તપાસવામાં આવ્યા હતા, જ્યારે સામે પક્ષે 43 સાક્ષીઓની તપાસ કરવામાં આવી હતી. આ કેસમાં હજારો દસ્તાવેજી પુરાવાઓ પણ રજૂ કરવામાં આવ્યા હતા.જેને લઈને આજે કોર્ટ દ્વારા નારાયણસાંઈને આજીવન કેદ જયારે દોષિત ઠરેલા અન્ય સહઆરોપીઓને દસ-દસ વર્ષની સજા અને ડ્રાઇવરને ૬ માસની સજા અને દંડ ફટકારવામાં આવ્યો છે.