રાજ્ય સરકાર દ્વારા સરકાર માન્ય Registered Vehicle Scrapping Facility –RVSF સેન્ટરમાં સ્ક્રેપ થતાં વાહનો માટે ‘વન ટાઈમ વેવર’- લેણું માફી યોજના અમલી કરવામાં આવી છે. આ યોજના અંતર્ગત તા. ૦૧ મે, ૨૦૨૫થી તા. ૩૦ એપ્રિલ, ૨૦૨૬ સુધી ૮ વર્ષથી જૂના વાહનો જેવા કે માલવાહક, બસ, મેક્ષી કેબ, કન્સ્ટ્રક્શન ઇક્વિપમેન્ટ વિગેરે સરકાર માન્ય RVSF સેન્ટરમાં સ્ક્રેપ કર્યેથી આ વાહનોનો ભરપાઈ કરવાનો બાકી ટેક્ષ, પેનલ્ટી, વ્યાજ તથા ચલણની તમામ રકમનું લેણું માફ કરવામાં આવનાર છે.

આ યોજનાનો મુખ્ય હેતુ વાહન પ્રદૂષણના કારણે પર્યાવરણને થતી હાનિ અટકાવી, લોકોને વધુ ઇંધણ કાર્યક્ષમ અને પર્યાવરણની દૃષ્ટિએ લાભદાયી વાહનો ખરીદવા પ્રેરિત કરવાનો છે. વાહન માલિકો આ યોજનાનો લાભ મેળવી તેમના જૂના વાહનને સરકાર માન્ય RVSF ખાતે સ્ક્રેપ કરાવી નિયત બાકી લેણું માફ કરાવી શકે છે, તેમ વાહન વ્યવહાર કમિશનરની કચેરી, ગાંધીનગરની યાદીમાં જણાવ્યું છે.(symbolic file image)
