mysamachar.in-જામનગર
જામનગરમાં પ્રથમ વખત સામે આવેલ ડુપ્લીકેટ એટીએમ કાર્ડ થી પૈસા ઉપાડી લેવાના આ કૌભાંડ મા ગતરાત્રીના જામનગર એએસપી સંદીપ ચૌધરી એ મીડિયા સમક્ષ આ ગેંગને લઈને કેટલીક ચોંકાવનારી હકીકતો જાહેર કરી છે,જેમાં પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવેલ ચાર શખ્સો પાસે થી બેંક કાર્ડધારક ને આપે તેવું જ ડેબિટકાર્ડ બનાવવા માટે ની તમામ સામગ્રીઓ જપ્ત કરવામાં આવી છે,
પોલીસે જયારે ઝડપાયેલા આરોપીઓ કેયુર ઉર્ફે કિશન હરીશભાઈ હાડા,મોહિત જગદીશભાઈ પરમાર,શબીર જુમાભાઇ નાઈ અને નિકુંજ ધનસુખલાલ કનખરા નામના ચારેય શખ્સો પાસેથી ડુપ્લીકેટ એટીએમ કાર્ડ૧૯ ,કાર્ડનો ડેટા ચોરી કરવાના રીડર સહિતની મશીનરી,લેપટોપ,ટેબ્લેટ,મળીને ૭.૩૮ લાખના મુદામાલ સાથે ઝડપી પાડ્યા છે,અને આ તમામ મશીનરી વડે તેવો ડુપ્લીકેટ કાર્ડ બનાવી અને એટીએમ સેન્ટરો પર થી પૈસા ઉઠાવી લેતા હતા,
ઝડપાયેલા શખ્સોના લેપટોપ અને મોબાઈલ ની તપાસ કરતાં વધુ ૪૦ થી ૫૦ લોકોનો ડેટા પૈસા ઉપાડવા માટે તૈયાર કરવામાં આવ્યો હતો,ઉપરાંત તેવોના મોબાઈલની સાયબરસેલ દ્વારા ઝીણવટભરી તપાસ કરવામાં આવતા એક ચોક્કસ ગેંગ સાથે ઝડપાયેલા શખ્સો સમ્પર્કમાં હોવાનું સામે આવ્યું છે,અને યુ.એસ અને રશિયાના બે શખ્સો સાથે ઝડપાયેલા શખ્સો સતત સંપર્કોમા હોવાનું પણ ખુલ્યું છે,
પોલીસને એવી પણ આશંકા છે આ કૌભાંડના તાર ના માત્ર જામનગર પણ ગુજરાત બહાર સુધી ફેલાયેલા હોય શકે છે,અને જો ખરેખર આવું હોય તો તેની કડીઓ સુધી પહોચવાનો પણ પોલીસ પ્રયાસ કરી રહી છે,પણ હાલ તો ડેબિટ અને ક્રેડીટ કાર્ડ વાપરનાર લોકોએ કાર્ડ વાપરતી સમયે પુરતી સાવધાની રાખવી જોઈએ તેવી તાકીદ પણ પોલીસ દ્વારા લોકોને કરવામાં આવી છે.સીસીટીવી જોઈને પીનનંબર ચોરી કરી લેતા..
ઝડપાયેલા શખ્સો ગ્રાહકો દ્વારા કાર્ડ નો ઉપયોગ કરતી વખતે એન્ટર કરવામાં આવતા પીનનંબર ને સીસીટીવીમા થી જોઈ લઈને બાદમાં જયારે ડુપ્લીકેટ કાર્ડ બની જાય ત્યારે તે પીનનંબર નો ઉપયોગ કરીને ઉપડે તેટલા પૈસા એટીએમમા થી ઉપાડી લેતા હતા.