Mysamachar.in:જામનગર:દેવભૂમિ દ્વારકા:
ખાદ્ય ચીજવસ્તુઓ જેવી કે દૂધ, મીઠાઇ, ચાની ભુકી, મસાલા, તેલ વગેરેમા ખુબજ ભેળસેળ થવાની ચર્ચા ચાલતી હોય છે, પરંતુ તે જાણવુ કેમ? તે બાબત માયસમાચાર ના વ્યુઅર્સ સમક્ષ મુકી છે તેમજ આવી ભેળસેળનુ લેબોરેટરી પરિક્ષણ પણ થઇ શકે છે, રાજકોટમા તે માટે વ્યવસ્થા પણ છે. આપણા ફુડ ઇન્સ્પેક્ટરો જોકે હવે ફુડ સેફટી ઓફીસરો આવા ભેળસેળ ખુલ્લા પાડી આપણા આરોગ્ય જાળવવા માટે સમય ફાળવી શકતા નથી, પરંતુ આપણી જાતે ભેળસેળીયાને ખુલ્લા પાડો અને તંત્ર કામ કરે તેની રાહ ન જુઓ, ભેળસેળ ચકાસવાની સાદી અને સરળ રીતે ખાદ્યતેલમાં જો દીવેલની ભેળસેળ કરાય હોય તો તે જાણવા માટે થોડાક તેલને કસનળીમાં લઇ પેટ્રોલીયમ ઇથરમાં ઓગાળો અને કસનળીને બરફ અને મીઠાના મિશ્રણમાં મુકતા જો માત્ર પાંચ જ મીનીટમાં તે ડોળુ થાય તો તેમાં દિવલ છે તેમ જાણી શકાય છે.
-જયારે મીઠાઇ, પાન અને ચટણીમાં વપરાતા વરખમાં જો આપણને એમ લાગે કે એમાં એલ્યુ મીનીયમની વરખ છે, તો તે શોધવા માટે હાઇડ્રોકલોરીક એસીડમાં તે વરખ નાંખવાથી જો તે એલ્યુ મીનીયમનું હશે તો અગોળી જશે અને જો ચાંદીનું વરખ હશે તો તે ઓગળશે નહીં.
-આપણે બજારમાંથી ખરીદેલી રાઇમાં કોલસાની ભુકી નાંખવામાં આવી છે કે કેમ તે જાણવું હોય તો રાઇને હાથમાં મસળો અને રાઇ મસળતા કાળો રંગ હાથ ઉપર લાગે તો સમજવું કે કોલસાની ભુકીનું મિશ્રણ કરાયું છે.
-બજારમાંથી આપણે ખરીદેલી ચા ખરેખર સારી છે કે ભેળસેળવાળી છે તે જોવું હોય તો ભીના ફિલ્ટાર પેપર ઉપર આવી શંકાસ્પીદ ભૂકી છાંટો થોડીવારમાં ફીલ્ટતર પેપર ઉપર પીળા ગુલાબી લાલ ભુરા ડાઘા દેખાય તો સમજવું કે વપરાયેલી ચાના ડુચાને સુકવીને કૃત્રિમ રંગોથી રંગીચામાં ભેળસેળ કરી છે.
-મરચાની ભૂકીમાં લાકડાનો વહેર અને અખાદ્ય રંગ વપરાયો હોય તો ખાંડેલા મરચાને પાણીમાં નાંખવાથી વહેર તરસે તેમજ પાણી રંગીન થશે.
-ચાની અંદર જીણી લોખંડની કણીઓ નાંખવામાં આવી હોય તો ચા ને લોહચુંબક ઉપરથી પસાર કરતા લોખંડની રજકણો ચોંટી જશે.
-કઠોળ અને દાળમાં કૃત્રિમ રંગ વપરાયો હશે તો કઠોળ અને દાળ પાણીમાં નાંખવાથી પાણી રંગીન થઇ જશે.
-કોપરેલમાં ખનીજ તેલ (મીનરલ ઓઇલ) ની ભેળસેળ કરાયેલ હશે તો તેલને ફ્રીઝમાં મુકવા છતાં પણ જો તે જામે નહીં તો કોપરેલ તેલ શુધ્ધ નથી જયારે મરીમાં ખનીજ તેલ (મીનરલ ઓઇલ), કેરોસીનની ભેળસેળ કરાય હશે તો મરી ચળકતા કાળા લાગે તથા હાથ ઉપર ઘસવાથી કેરોસીનની વાસ આવે.
-મરચા અને હળદરની ભુકીમાં અખાદ્ય કૃત્રિમ રંગોની તથા બાહય સ્ટારર્ચ, કુસકી વગેરેની ભેળસેળ થતી હોય છે જેથી કંપની પેક નમુનામાં આવી ભેળસેળનું પ્રમાણ ખૂબજ ઓછું જોવા મળતું હોય કંપની પેક પ્રોડકટ ખરીદી અથવા તો જાતે મરીમસાલા બનાવવા જોઇએ. આમ ઘેર બેઠા પણ ભેળસેળ ચકાસી શકાય છે અને ઘેરબેઠા ભેળસેળ જે ચકાસી શકાતી નથી તે આપણી રાજય સરકારની આરોગ્યક અને પરિવાર કલ્યાળણ વિભાગના ખોરાક અને ઔષધિ નિયમન તંત્ર દ્વારા ખોરાક અને ઔષધ પ્રયોગશાળા આપણી મદદે હંમેશા તત્પણર રહેતી આવી છે.
-લેબટેસ્ટની સુવિધા
રાજકોટમાં યુનિવર્સિટી રોડ ખાતે કાર્યરત પ્રાદેશિક ખોરાક પ્રયોગશાળા આપણી મદદે સદૈવ તૈયાર છે. માત્ર રૂા. ૩ થી ર૦ માં ઘેરબેઠા રીપોર્ટ પણ મેળવી શકાય છે, અને ભેળસેળવાળી જગ્યા્એથી સામગ્રી ખરીદવાનું આપણે બંધ કરી ભેળસેળથી બચી શકીએ છીએ. વધુ વિગત માટે કચેરીના સમય દરમ્યાીન રજાના દિવસો સિવાય ફોન નં. ૦ર૮૧ – રપ૮૧૦ર૯ ઉપર સંપર્ક કરવાનો રહેશે.