Mysamachar.in-જામનગર:
હંમેશા સતાધારી પક્ષ હોય તેના પ્રમુખ બનવાની સૌને જબરી આશા હોય છે, અને પક્ષના સંગઠન થકી વહીવટી પાંખ સહિતનાઓ પર કંટ્રોલ પાવર રહેતો હોય છે ત્યારે હાલ રાજ્ય અને કેન્દ્રમાં જેની સરકાર છે તે ભાજપના શહેર અને જીલ્લા પ્રમુખો માટેની દાવેદારીઓ પક્ષના નીતીનિયમો જે જાહેર થયા છે તેને આધારે આજથી શરુ થઇ ચુકી છે.અને ક્યા ક્યા આગેવાનો નેતાઓ પોતાની દાવેદારીના ફોર્મ આજે રજુ કરવા જશે તેના પર સૌની નજર છે.
મળતી વિગતો મુજબ જામનગર શહેર ભાજપ પ્રમુખ માટે આજે શહેર ભાજપ કાર્યાલય ખાતે સવારે 9:00 થી 12:30 વાગ્યા સુધીમાં પ્રદેશ ભાજપે નિયુક્ત કરેલ બાબુભાઈ જ્બેલીયા, જાનકીબેન આચાર્ય સહીતની ટીમ શહેર ભાજપ પ્રમુખ બનવા ઈચ્છુક ઉમેદવારોના ફોર્મ સ્વીકારી તેની ચકાસણી કરશે અને બાદમાં માન્ય રહેલ ફોર્મની યાદી તૈયાર કરીને બપોરે ૩ કલાકે સાંસદ ધારાસભ્ય સહિતના નેતાઓ સાથે વિચાર વિર્મશ કરીને ફાઈનલ થયેલ નામો પ્રદેશ મોવડી મંડળને સુપ્રત કરશે અને ત્યાંથી કોણ શહેર પ્રમુખ બનશે તેનો નિર્ણય થશે મહત્વનું છે કે વર્તમાન પ્રમુખ વિમલ કગથરા સહિત અન્ય પાંચથી વધુ દાવેદારો પ્રમુખ બનવા ફોર્મ ભરશે.
શહેર બાદ જીલ્લામાં પણ આ જ રીતે સવારથી બપોર સુધી ક્લસ્ટર ઇન્ચાર્જ બાબુ જેબલિયા એચ.એમ.પટેલ, અને નરેશ દેસાઈ સહિતની પ્રદેશે નિયુક્ત કરેલ ટીમ જીલ્લા ભાજપ પ્રમુખ બનવા માગતા નેતાઓના દાવેદારી ફોર્મ સ્વીકારી અને તેની પર સ્થાનિક નેતાઓ સાથે ચર્ચાઓ કર્યા બાદ પ્રદેશમાં આ નામો સુપરત કરશે અને ત્યાંથી કોણ જીલ્લા પ્રમુખ બનશે તે નક્કી કરવામાં આવશે મહત્વનું છે કે જીલ્લામાં 10થી વધુ નેતાઓ જીલ્લા ભાજ્પ પ્રમુખ બનવા ચાહે છે.