Mysamachar.in-જામનગર:
કોંગ્રેસમાંથી લાલચ આપીને ભાજપ દ્વારા ધારાસભ્યોને પોતાના પક્ષમાં લઈ રહ્યા છે, ત્યારે ભાજપમાં પણ આંતરિક અસંતોષ જોવા મળી રહ્યો છે અને કોંગ્રેસે પણ જોઈ લીધું કે ભાજપમાંથી આવેલા વલ્લભ ધારવીયાને ટિકિટ આપવાનું કેવું પરિણામ આવ્યું છે. ત્યારે કોંગ્રેસ આ વખતે સમજી-વિચારીને વર્ષોથી કોંગ્રેસ સાથે જોડાયેલા આગેવાનોને ટિકિટ આપે તેવી જોરદાર માંગણી ઉઠી છે, તેવામાં આજે કોંગ્રેસ ટકી છે તેની પાછળ દિલીપસિંહ જાડેજા જેવા કોંગ્રેસના આગેવાનોનો સિંહ ફાળો છે,

કેમકે ભાજપના વાવાઝોડા વચ્ચે પણ દિલીપસિંહ જાડેજા જેવા કોંગ્રેસના આગેવાનો પ્રજા વચ્ચે જઈને પણ કોંગ્રેસ માટે મત માંગીને સફળ કામગીરી કરેલ છે, જેમકે ૨૦૧૨માં વિધાનસભાની ચૂંટણી હોય કે બેડ જિલ્લા પંચાયત બેઠક તેમજ સિક્કા નગરપાલિકા વિસ્તારમાં લોક સંપર્ક કરીને સભા, રેલી દ્વારા કોંગ્રેસના ઉમેદવારને વિજેતા બનાવીને ભાજપને પછડાટ ખાવી પડી છે.

ત્યારે આ વખતે જામનગરની ગ્રામ્ય બેઠક પર સતત લોકો વચ્ચે રહેતા દિલીપસિંહ જાડેજા જેવા કોંગ્રેસના પાયાના કાર્યકરોને ટિકિટ આપવામાં આવે તો આ વિસ્તારની પ્રજાના પ્રાણ પ્રશ્નોને વાચા આપી શકાય કેમ કે, દિલીપસિંહ જાડેજાએ વકીલાતના વ્યવસાય સાથે સંકળાયેલા હોય સતત લોકસંપર્કના કારણે તેઓ આ વિસ્તારની સમસ્યા સારી રીતે જાણતા હોવાનું પણ ચર્ચાઇ રહયુ છે,

આમ જામનગર ગ્રામ્યની બેઠક પરથી યુવા ચહેરા તરીકે વકીલ એવા દિલીપસિંહ જાડેજાનું નામ હાલ આગળ પડતુ હોય જ્ઞાતીના સમીકરણોના આધારે આ બેઠક પર અન્ય જ્ઞાતીઑની સાથે ક્ષત્રિય સમાજના મતોનું પણ સારું એવું પ્રભુત્વ છે. જે ધ્યાને રાખીને ટિકિટ નક્કી થાય તો કદાચ દિલીપસિંહ જાડેજા તમામ રીતે સક્ષમ હોય અને પાર્ટીના વફાદાર હોય ભાજપને ફાઇટ આપી શકે તેવું હાલ તો નિષ્ણાંતોને લાગી રહ્યું છે.
