Mysamachar.in-જામનગર:
જામનગરમાં લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ઇંગ્લિશ દારૂ સપ્લાય ન થાય એ ધ્યાનમાં રાખીને પોલીસ હરકતમાં આવી છે અને મોટાપાયે ઇંગ્લિશ દારૂનો જથ્થો જામનગરમાં ઉતર્યો છે, જે બાતમીને આધારે દારૂનું કટીંગ કરતાં સમયે LCBની ટીમ રણજીતસાગર રોડ નજીક આવેલ સેટેલાઈટ સોસાયટી વિસ્તારમાં દરોડા પાડીને ઈંગ્લીશ દારૂની ૪૨૯૩ નંગ બોટલો સાથે ૬ શખ્સોની ૨૧ લાખના મુદ્દામાલ સાથે ધરપકડ કરતા બુટલેગરોમાં ફફડાટ ફેલાયો છે,
બહારના રાજ્યમાંથી સહેલાઈથી આટલી નાકાબંધી હોવા છતાં ગુજરાતના જામનગર શહેરમાં ઇંગ્લીશ દારૂનો જથ્થો ઘુસાડીને એક મકાનમાં રાખવામાં આવ્યો હતો અને આ વાતની LCBને ખબર પડતા શહેરના રણજીતસાગર પાસે આવેલ સેટેલાઈટ સોસાયટીમાં દોડી જઈને દરોડા પાડતા યશપાલસિંહ ઉર્ફે ગડીયો જાડેજાએ ભાડે રાખેલા મકાનમાંથી ૪૦૩૨ બોટલ ઈંગ્લીશ દારૂનો જથ્થો અને સ્કોર્પિઓ કાર મળી આવતા યશપાલસિંહની ધરપકડ કરવામાં આવી હતી,
દરમિયાન LCBની પ્રાથમિક પૂછપરછમાં યશપાલસિંહે શહેરમાં જુદી જુદી જગ્યાએ દારૂ સપ્લાય કરેલ હોવાથી LCBએ વ્યાપક દરોડા પાડીને શાંતિનગરમાંથી શક્તિસિંહ ઉર્ફે ધીરીયો જાડેજા, દુષ્યંતસિંહ ઝાલા, રામેશ્વરમાંથી પ્રદીપસિંહ સોઢા, મચ્છરનગરમાંથી યોગેન્દ્રસિંહ જાડેજા અને રઘુવીરસિંહ ચૌહાણ નામના શખ્સના કબજામાંથી છુટો-છવાયો ઇંગ્લિશ દારૂ મળીને એલસીબીએ કુલ ૪૨૯૩ નંગ બોટલ જેની કિંમત ૨૧ લાખ ઉપર થાય છે તે કબજે કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે,જ્યારે વિશ્વરાજસિંહ જાડેજા નામનો શખ્સ ફરાર થઈ જતાં શોધખોળ હાથ ધરવામાં આવી છે.
જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.