Mysamachar.in-જામનગર
જામનગર જીલ્લાના કાલાવડ તાલુકાના ચારણ પીપળીયા ગામની સીમમાં સ્થાનિક પોલીસ નહિ પરંતુ જામનગર એલસીબી ટીમે દરોડો પાડી અને વાડીમાં ઓરડીની અંદર નહિ પણ બહાર જ્યાં લાઈટની વ્યવસ્થા હતી ત્યાંથી જુગાર રમતા ઇસમોને લાખોના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે,
જામનગર એલસીબીને માહિતી મળી હતી કે કાલાવડ તાલુકાના ચારણ પીપળીયા ગામે વાડીમાં ઓરડી બહાર ઘોડીપાસાનો જુગાર રમાઈ રહ્યો છે તે માહિતી આધારે જામનગર એલસીબી ટીમે મેહુલભાઇ સુરેશભાઇ સોલ્ંકીએ પોતાની વાડીમા આવેલ ઓરડી બહાર લાઇટની વ્યવસ્થા કરી જુગાર રમવાની વ્યવસ્થા કરી જાહેરમાં ધોડી પાસાના પાસા વડે પૈસાની હારજીતનો જુગાર રમતા રેઇડ દરમ્યાન રોકડ 2,54,300 તથા ધોડીપાસા નંગ-2, મોબાઇલ ફોન નંગ-5 8500 તથા એક ફોરવ્હીલ કાર 5,00,000/- મળી કુલ રૂ. 7,62,800/- ના મુદામાલ સાથે રેઇડ દરમ્યાન પાચ ઇસમો સુરેશભાઇ વીઠલભાઇ મદાણી સોની, રામનાથપરા પાસે, રાજકોટ, તન્વીરભાઇ રફીકભાઇ સીંસાગીયા જંગલેશ્વર શેરી નંબર-17 રાજકોટ ઇસુબભાઇ વાહીદભાઇ સમા કસાઇ રહે. કાલાવડ નાકા બહાર, જામનગર, યોગેશભાઇ સુરેશભાઇ લાઠીગ્રા રહે. ગોપાલનગર, શેરી નંબર-12 રાજકોટ, વસીમભાઇ સલીમભાઇ સમા રહે.કાલાવડ નાકા બહાર, જામનગર અને ફરારી મેહુલભાઇ સુરેશભાઇ સોલ્ંકી, ધાર્મીકભાઇ ઉર્ફે પીન્ટુ સુરેશભાઇ મદાણી રહે. હાથીખાના શેરી નંબર-રાજકોટ વાળા સામે જુગારધારા કલમ 12 મુજબ ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે.