Mysamachar.in:દેવભૂમિ દ્વારકા
દેવભૂમિ દ્વારકા એલસીબીએ દ્વારકા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ દ્વારા સંચાલિત જુગારધામ પર દરોડો પાડી કોઈ જાતની શેહશરમ કે ભાર ભલામણ વિના તમામ સામે નિષ્પક્ષ કાર્યવાહી કરી છે.આ અંગે મળતી વિગતો મુજબ દેવભૂમિ દ્વારકા જીલ્લા પોલીસ અધિક્ષક નિતેશ પાંડેયના માર્ગદર્શન મુજબ એલ.સી.બી.ના પોલીસ પોલીસ ઇન્સ્પેકટર કે.કે.ગોહિલની ટીમો બનાવી કામગીરી હાથ ધરવામાં આવેલ. જેમાં ગતરોજ સાંજના એ.એસ.આઈ. સજુભા જાડેજા, અરજણભાઈ મારૂ તથા પ્રદીપસિંહ જાડેજા અગાઉથી મળેલ ચોકકસ બાતમી અનુસંધાને દ્વારકા નગરપાલિકા પૂર્વ પ્રમુખ જીતેશભા મેપાભા માણેક તેમના “શિવ વિલા” નામના દ્વારકા ટાઉનમાં આવેલ મકાને તેના અંગત આર્થીક ફાયદા સારૂ જુગારનો અખાડો ચલાવતા હોય જેથી આ મકાને રેઇડ કરી રોકડ 33,05,200/-, મોબાઇલ ફોન નંગ-4 કિ.રૂ.20,000/-, ફોર વ્હીલ-1 કી.રૂ.7,00,000/- મળી કુલ રૂ.10,25,200 ના મુદામાલ સાથે 5 શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા હતા.
-કોણ ઝડપાયું કોણ બાકી….
-જીતેશભા ઉર્ફે જીતુભા મેપાભા માણેક રહે.ટીવી સ્ટેશન, દ્વારકા જિ.દેવભૂમિ દ્વારકા
-રાજા ઉર્ફે કાનો વેજાણંદભાઈ જોગાણી રહે.ગુલાબનગર ટેકરી, ખંભાળીયા જિ.દેવભૂમિ દ્વારકા
-મંગળસિંહ ઉર્ફે હકુભા ભુપતસિંહ વાઢેર રહે.ભોગાત ગામ, તા.કલ્યાણપુર જિ.દેવભૂમિ દ્વારકા
-નગા ગગુભાઈ ગઢવી રહે.ભોગાત ગામ તા.કલ્યાણપુર જિ.દેવભૂમિ દ્વારકા
પકડાવાના બાકી આરોપી દુલા લુણા રહે.ગાયત્રીનગર, ખંભાળીયા જિ. દેવભુમિ દ્વારકા