Mysamachar.in-જામનગર:
શ્રાવણ માસમાં જુગારીઓની મોસમ પુરબહારમાં ખીલી છે, ઠેર ઠેરથી પોલીસ મહિલાઓ અને પુરુષોને જુગાર રમતા ઝડપી પાડે છે, એવામાં ગતરાત્રીના પણ જામનગર જીલ્લાના લાલપુરના ભરૂડિયા ગામેથી જામનગર સ્થાનિક ગુન્હા શોધક શાખાની ટીમે જુગાર રમતા ઇસમોને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી કરી છે, આ અંગેની જાહેર થયેલ વિગતો મુજબ
એલસીબી પોલીસ ઇન્સ્પેકટર વી.એમ.લગારીયાના માર્ગદર્શન સ્ટાફના માણસો જામનગર ગ્રામ્ય વિસ્તારમાં અલગ અલગ કેશો શોધી કાઢવા અંગે પેટ્રોલીંગમા હતા. દરમ્યાન એલ.સી.બી. સ્ટાફના પોલીસ હેડ કોન્સ અરજણભાઈ કોડીયાતર, ધાનાભાઇ મોરી, મયુદિનભાઇ સૈયદને મળેલ ખાનગી હકિકત આધારે લાલપુર પોલીસ સ્ટેશન વિસ્તારના સેવક ભરૂડીયા ગામની સીમમાં અરજણભાઇ જેઠાભાઇ ચાવડાની વાડી પાસે ખરાબામાં જાહેરમાં લાઇટના અંજવાળે અમુક માણસો ગોળ કુંડાળુ વળી ગંજીપતાના પાના વડે તીનપતી રોન પોલીસ નામનો પૈસાની હારજીતનો જુગાર રમે છે તેવી હકિકત મળતા સ્થળ પર રેડ કરવામાં આવી હતી જ્યાંથી 6 ઇસમો રોકડા રૂપીયા 1,10,000 તથા મોબાઇલ ફોન નંગ-6 કિ.રૂ.25,500 તથા એક ક્રેટા કાર જેના કી.રૂ.10,00,000 મળી કુલ કિ.રૂ..11,35,00 ના મુદામાલ સાથે મળી મળી આવ્યા છે.
-સ્થળ પરથી કોણ કોણ ઝડપાયું
-અરજણ જેઠાભાઇ ચાવડા રહે.જકાતનાકા પાસે સુભાષનગર મકાન નં-૬૭ જામનગર
-સંજય બાબુભાઇ તરાવિયા રહે.સીલ્વરપાર્ક સેટેલાઇટ રોડ શેરી નં-૧ જામનગર
-અલ્લારખા ઓસમાણભાઇ ગજણ રહે.નાગડાગામ તા.ખંભાળીયા જી.દેવભુમી દ્રવારકા
-ભરત ભગવાનજીભાઈ હરીયા રહે.પટેલ કોલોની ઇન્દ્રદિપ સોસાયટી જામનગર
-જેશા દેવાતભાઈ વરૂ રહે.રંગપુરગામ વાડી વિસ્તાર તા.લાલપુર જી.જામનગર
-ભીખુ આલાભાઈ ગોજીયા રહે.જકાતનાકા પાછળ સિતારામ સોસાયટી શેરી નં-૨ જામનગર