Mysamachar.in-જામનગર:
શહેરના કામદાર કોલીની મેઇન રોડ પર આવેલ એક કપડાની દુકાનમાં ક્રિકેટનો સટ્ટો ચાલી રહ્યો હોવાની માહિતી પરથી ગત રાત્રીના LCBની ટીમે દરોડો પાડીને બે શખ્સોને ઝડપી પાડ્યા છે, જ્યારે એકને ફરારી જાહેર કરવામાં આવ્યો છે,
કામદાર કોલોની રોડ પર આવેલ ચિરાગ સુરેશકુમાર માંડલિયા નામનો શખ્સ પોતાની રેડિમેઇડ કાપડની દુકાનમાં અન્ય એક શખ્સ કૈલાશ ગૌરીશંકર દવે સાથે મળીને IPL 20-20 ક્રિકેટ મેચ પર ફોનથી સેશન અને મેચની હારજીતના પરિણામો પર બુકીઑ સાથે વાતચીત કરી સેશન તથા રનફેર પર પૈસાની હારજીત કરતાં હોય LCBએ રેઇડ દરમ્યાન બંને શખ્સોને રૂપિયા ૩૯,૦૦૦ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે, જ્યારે અન્ય એક શખ્સ દિવ્યરાજસિંહ ઉર્ફે ભાણુભાને ફરાર જાહેર કરવામાં આવ્યા છે.
જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.