Mysamachar.in-જામનગર:
જામનગર જીલ્લામાં કેટલાક સમયથી કાલાવડ આસપાસના વિસ્તારોમાં તસ્કરોના વધતા પરાક્રમે પોલીસને દોડતી કરી હતી, અને વારંવાર ઘરફોડી સહિતની ચોરીઓને કારણે પોલીસ સતત તે દિશામાં અલગ અલગ રીતે તપાસ કરી રહી હતી તેમાં અંતે જામનગર ક્રાઈમ બ્રાંચને સફળતા મળી છે અને લાખો રૂપિયાના ઘરેણાની ચોરી કરનાર બે ઇસમોને ઝડપી પાડી અને પડકારરૂપ ઘરફોડચોરીના ગુન્હાનો ભેદ ઉકેલી નાખ્યો છે.
જામનગર જીલ્લાના કાલાવડના નાની વાવડી ગામે ગત તા.09 ડીસેમ્બરના ફરીયાદી મનસુખભાઇ પરસોતમભાઇ સાંગાણીના રહેણાક મકાનના કોઇ અજાણ્યા ચોર ઇસમોએ કોઇ પણ હથિયાર વડે મુખ્ય દરવાજા તથા ઓસરીની ગ્રીલ અને રૂમના નકુચાઓ તોડી, કબાટમાથી સોના,ચાંદીના દાગીના રોકડ રૂપીયાની ચોરીનો બનાવ બનવા પામેલ હતો,જે ગુન્હાનો ભેદ ઉકેલવા એલ.સી.બી.ટીમ સાથો સાથ ટેકનીકલ સેલ તથા હ્યુમન રીસોર્સનો ઉપયોગ કરી,વણશોધાયેલ ચોરીનો ગૂનો શોધી કાઢવા કાર્યરત હતા
દરમ્યાન એલ.સી.બી.સ્ટાફના અરજણભાઇ કોડીયાતર, મયુદિનભાઇ સૈયદ,ધર્મેન્દ્રસિંહ જાડેજાને પેટ્રોલીંગ,દરમ્યાન સંયુકત રીતે બાતમીદારોથી હકિકત મળેલ કે, નાની વાવડીમા ગામમા બનેલ ઘરફોડ ચોરી કરવામા જીવણ અમરશીભાઈ વાઘેલા અને લાખા વિનુભાઈ વાઘેલા રહે.ધ્રોલ ટાઉન,લતિપુર રોડ આ બન્નેએ અન્ય આરોપીઓ સાથે મળી ઘરફોડ ચોરીને અંજામ આપેલ છે, જેથી બન્ને ઇસમો તેમના હસ્તકની બે બાઈક સાથે ચોરીના દાગીના વેચવા માટે જામનગર આવી રહેલ છે. તેવી હકિકત આધારે બન્નેને મહાપ્રભુજીની બેઠક પાસેથી પકડી પાડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.
-કબ્જે કરેલ મુદામાલઃ-
સોના દાગીના 324 ગ્રામ 350 મીલી ગ્રામ કિ.રૂ 19,90,500
ચાંદીના દાગીના 366 ગ્રામ કિ.રૂ 19000
રોકડ રૂપીયા 82000
મોબાઇલ ફોન-1 કિ.રૂ 5000
ગુનામા વાપરેલ ડીસમીસ, ગણેશીયો,પકડ, કિ.રૂ.100
સ્પલેન્ડર મો.સા-2 કિ.રૂ 80,000 મળી કુલ મુદામાલ કિ.રૂ.21,76,600
-કામગીરી કરનાર ટીમ એલસીબી
આ કાર્યવાહી પોલીસ ઇન્સ્પેકટર વી.એમ.લગારીયા પી.એસ.આઈ. પી.એન.મોરી, પીએસઆઈ એ.કે.પટેલ તથા એલ.સી.બી.ના હરપાલસિંહ સોઢા, ભરતભાઇ પટેલ, શરદભાઇ પરમાર, નાનજીભાઇ પટેલ,હિરેનભાઇ વરણવા, અરજણભાઇ કોડીયાતર,મયુદીનભાઇ સૈયદ, ધમેન્દ્રસિંહ એન જાડેજા, ક્રિપાલસિંહ સી જાડેજા, દિલીપભાઇ તલવાડીયા, હિતેન્દ્રસિંહ જાડેજા, નિર્મળસિંહ એસ.જાડેજા, કાસમભાઇ બ્લોચ, હરદીપભાઇ બારડ, નારણભાઇ વસરા, કિશોરભાઇ પરમાર, રાકેશભાઇ ચૌહાણ, મયુરસિંહ પરમાર, રૂષીરાજસિંહ વાળા, સુરેશભાઇ માલકીયા, ભારતીબેન ડાંગર, દયારામ ત્રિવેદી, બીજલભાઇ બાલાસરા વિગેરે દ્રારા કરવામા આવેલ છે.