જામનગર શહેરમાં મહ૨નગરપાલિકા દ્વારા નાગરિકોને વર્ષો જૂના ડિફરન્સ ટેક્સ માટે હેરાન કરાઈ રહ્યા છે.
અનેક વખતે ટેક્સ અંગેનો કોર્પોરેશન પાસે રેકોર્ડ જ નથી, છતાં નાગરિકોને ફરીથી પુરાવા માંગવામાં આવે છે.
ઓનલાઈન અરજીઓ અવગણાઈ રહી છે અને ફરજિયાત ઓફલાઈન અરજી માટે દબાણ કરાય છે. અરજી કર્યા બાદ પણ “મળતી નથી” કહી ફરી નવી અરજી કરાવવા માટે કહેવાય છે.
ભાડુઆત વગરના પ્લોટ માટે પણ ભાડું વસૂલવામાં આવે છે અને જુના માપણીના આધાર પર વર્ષો પછી બિલો આવે છે. અધિકારીઓ જુઠા બહાના બનાવી અરજીઓનું નિરાકરણ કરતા નથી.
આમ જનતા અને જુનિયર વકીલો હેરાન છે. વકીલોએ લેખિત રજુઆત કરી છે અને નગરપાલિકા પાસે જવાબદારીપૂર્વક વહીવટ અને યોગ્ય નિકાલની માંગ કરી છે.
મોટી સંખ્યામા વકીલોએ થી તકલીફ અંગે રજૂઆત કરી…
અધિકારી દ્વારા તકલીફને દુર કરવા ખાતરી આપી છે..
બાઈટ: ડો.અસ્ફાક પઠાણ, વકીલ