mysamachar.in-જામનગર:
શિક્ષણક્ષેત્રે જામનગરમાં મોખરાનું સ્થાન ધરાવતી બ્રિલિયન્ટ ગ્રુપ ઓફ સ્કૂલ્સનું નામ વર્ષોથી અડીખમ રહયુ છે, સંસ્થા નવા-નવા શૈક્ષણિક પ્રયોગોથી વિદ્યાર્થીઓને અવ્વલ પરિણામો અપાવવા માટે પણ જાણીતી છે.સંસ્થા “Vision is the art of seeing Invisible to others” (વિઝન ઈઝ ધ આર્ટ ઓફ સીઇંગ ઇન્વીઝીબલ ટુ અધર) આવો જ કોઈક ઉચ્ચતમ કક્ષાનો વિચાર તથા દ્રષ્ટિકોણ લઈને અશોકભાઈ ભટ્ટ હંમેશાથી ઉચ્ચતમ શિક્ષણ તરફ તથા સરળતા તરફ પોતાના વિદ્યાર્થીઓને નવી રાહ ચીંધતા રહ્યા છે.
અશોકભાઈ ભટ્ટ હંમેશાથી વિદ્યાર્થીલક્ષી વલણ ધરાવે છે.તેઓ વિદ્યાર્થીઓ માટે સરળ શિક્ષણ પધ્ધતિ તથા પ્રાયોગિક શિક્ષણ પધ્ધતિને કેવી રીતે ઉપયોગમાં લાવવી તેના માટે સતત કાર્યશીલ રહે છે.છેલ્લા ત્રણ વર્ષથી 11th/ 12th Science માં તથા JEE/NEET માં અપ્રતિમ પરિણામ લઈ આવનાર બ્રિલિયન્ટ સાયન્સ સ્કૂલની સફળતા તથા યશકલગીનો શ્રેય અશોકભાઈ ભટ્ટને જાય છે.
લગભગ 2001 માં આવો જ કાંઇક દ્રષ્ટિકોણ ધરાવતા આર.કે.વર્માએ સરળતાથી શિક્ષણ ન મળી શકે તેવા વિસ્તારોમાં શિક્ષણ પહોંચાડવાના સફળ પ્રયાસો કર્યા આજે ભારતના લગભગ 50 શહેરોમાં રેસોનેન્સની શાખાને JEE, NEET ઉપરાંત AIIMS, NTS, CBSE જેવા અનેક બીજા અભ્યાસક્રમો પણ તેમાં કાર્યરત છે.2011માં તેને શિક્ષણને લગતા ઉચ્ચ એવોર્ડથી સન્માનવમાં આવેલ….
આ ઉપરાંત છેલ્લા 17 વર્ષથી ખૂબ જ સફળ પરિણામ મેળવનાર આ શાખા પાસે લગભગ 37000થી વધુ વિદ્યાર્થીઓ IIT માં તથા 1,85,000 થી વધારે વિદ્યાર્થીઑ NEET તથા ઉચ્ચ અભ્યાસક્રમ ધરાવતી અન્ય એન્જીનીયરીંગ કોલેજોમાં એડમિશન અપાવ્યું છે.લગભગ 11 થી વધુ ગોલ્ડ મેડલ મેળવનાર રેસોનેન્સ જેવી શાખાનું જામનગરમાં શરૂઆત થઈ છે,જેનો શ્રેય પણ બ્રિલિયન્ટ ગ્રુપ ઓફ સ્કૂલ્સના અશોકભાઇ ભટ્ટ અને તેની ટીમને જાય છે.
અશોકભાઈ ભટ્ટનું આશાવાદી વલણ તથા રેસોનન્સની વિદ્યાર્થીલક્ષી તથા વિદ્યાર્થીઓની સફલતાલક્ષી મહેનતથી જામનગરના વિદ્યાર્થીઓને એક આશાનું કિરણ મેળવ્યું છે અને આવનાર વર્ષોમાં તેના પરિણામો પણ ખૂબ ઉજળા જોવા મળશે તેમાં કોઈ શંકા નથી.