Mysamachar.in-જામનગર:
જામનગરના રણજીતસાગર રોડ પર કીમતી જમીનનું કૌભાંડ થયાનું સામે આવી રહ્યું છે,મૂળ રાજકોટના કન્સ્ટ્રકશનના વ્યવસાય સાથે સંકળાયેલા આશિષ સાકરીયા નામના રહીશે થોડાસમય પૂર્વે રણજીતસાગર રોડ લાલપુર બાયપાસ નજીક પુષ્કરધામ-૧ સોસાયટીમા અંદાજે બે કરોડની કિમતના ૧૩ પ્લોટ વેચાણ કરાર કર્યા બાદ પાંચ શખ્સોએ એ આશિષભાઈ પાસેથી ૩૧ લાખ પડાવી લઇ પ્લોટના અન્ય લોકોને વેચાણ દસ્તાવેજ કરી આપી કૌભાંડ કર્યાનું સામે આવતા આ મામલે પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.જે પાંચ શખ્સોના નામ ફરિયાદમાં આપવામાં આવ્યા છે તેમાં પ્રકાશ પટેલ,ધીરજ પટેલ,હરસુખ પટેલ,ભૂપત પટેલ,અને હેમત પટેલનો સમાવેશ થાય છે,આ તમામનો આ મામલામાં શું રોલ તે અંગે પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે,