Mysamachar.in-જામનગર:
જામનગર મહાનગરપાલિકાના વોર્ડ નંબર 12 ના કોર્પોરેટર અસ્લમ ખીલજી વિરુદ્ધ તાજેતરમાં જ હત્યાના પ્રયાસ અંગેનો ગુન્હો દાખલ થયો હતો ત્યાં જ વધુ એક ગુન્હો અસ્લમ ખીલજી વિરુદ્ધ નોંધાતા આ મામલાએ ભારે ચકચાર જગાવી છે. જામનગર મનપાના એસ્ટેટ ઓફીસર નીતિન રવિશરણ દીક્ષિત દ્વારા સીટી એ ડીવીઝન પોલીસ મથકમાં અસ્લમ ખીલજી સહીત 3 સામે ફરિયાદ નોંધાવી છે તેની જાહેર થયેલ વિગતો એવી છે કે…
ધી ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતીબંધ અધિનિયમ-2020ની કલમ 4,(3),5(ગ) મુજબ જામનગર સીટી સર્વે નં.115 વાળી જમીનમાં કબ્જેદાર હાજી આદમની દુકાન 30 ચો.મી.ની દરબારગઢ નાકાથી પાંચ હાટડીચોક સુધીનો રોડ 18 મીટર પહોળો કરવા સારૂ જામનગર મનપાએ તાઃ25/5/2005 થી આ દુકાન રોડ કપાતમાં આવતા સંપાદન કરેલ જ્યાં 18 મીટર રોડ પહોળો કરાવેલ હતો ત્યારે સીદી હાજી મેતર, કાદર હાજી મેતર, અસલમ કરીમ ખીલજી તપાસમાં ખુલે તે તમામે રોડ સંપાદનમાં ગયેલ જમીન ઉપર દુકાન બનાવી, રોડ ઉપર છાપરા કાઢી, ચા-પાણીના ઓટાનુ પાકુ ચણતર કરી રોડ ઉપર પાણીનો બોર બનાવી 10 ચો.મી. કિ.રૂ. 360,000 ની કિંમતી જમીન પચાવી પાડી હોવાની ફરિયાદ જાહેર થઇ છે.જેની વધુ તપાસ જામનગર શહેર નાયબ પોલીસ અધિક્ષક તપાસ કરી રહ્યા છે.