Mysamachar.in-જામનગર:
જામનગર જીલ્લાના ધ્રોલ તાલુકાના લૈયારા ગામે જામનગર પીજીવીસીએલમાં જુનીયર આસિસ્ટન્ટ તરીકે ફરજ બજવતા અજય રામભાઈ ઝાલા અને તેની સાથે પીજીવીસીએલના અન્ય કર્મચારીઓ ધ્રોલ તાલુકાના લૈયારા ગામે પોતાની સરકારી ફરજના ભાગ રૂપે (મીટર રીડીંગની) કામગીરી કરવા અર્થે ગયેલ હોય અને (મીટર રીડીંગની) કામગીરી કરતા હોય દરમ્યાન ગામમાં રહેતા ઋતુરાજસિંહ ભીખુભા જાડેજાએ આવી અજય ઝાલાને ભુંડી ગાળો બોલી પીજીવીસીએલ ટીમના સ્ટાફને ફડાકા મારી મુંઢમાર જેવી સામાન્ય ઇજા કરી હાથમા પાવડો ઉગામ્યા બાદ જાનથી મારી નાખવાની ધમકી આપી ફરીયાદીની કાયદેસરની સરકારી ફરજમા રૂકાવટ કર્યા સબબની ફરિયાદ ધ્રોલ પોલીસ મથકમાં નોંધાઈ છે.