Mysamachar.in-અમદાવાદઃ
વર્ષના બીજા સપ્તાહનો પ્રથમ દિવસ એટલે 6 જાન્યુઆરી, સોમવાર, આ દિવસ તમારા માટે રાશિભવિષ્યની દ્રષ્ટીએ કેવો રહેશે તેના પર નજર કરીએ તો સૌપ્રથમ મેષ રાશિના જાતકોમાં ધાર્મિક લાગણી જન્મી શકે છે. મોટું રોકાણ કરી શકો છો. કામમાં તણાવ અને વ્યવસ્તતા રહેશે. વૃષભ રાશિના જાતકો માટે કાર્યક્ષેત્રમાં પરિવર્તનના યોગ છે. આકસ્મિક લાભ થઇ શકે છે. મિથુન રાશિના જાતકોએ મહેનત કરવાની જરૂર છે, વધુ મહેનતથી સારું ફળ મળશે. સ્વાસ્થ્ય સંબંધી પરેશાની થઇ શકે છે. કર્ક રાશિના જાતરો માટે આજનો દિવસે લોકો તમારી નબળાઇનો ફાયદો ઉઠાવવાનો પ્રયાશ કરી શકે છે. આથી થોડું બચીને રહેવું. માનસિક તણાવનો અનુભવ થઇ શકે છે.
સિંહ રાશિના જાતકો માટે આજનો દિવસ નવા કે જૂના મિત્રો સાથે મુલાકાત કરાવશે. આકસ્મિક લાભના યોગ છે. આર્થિક સ્થિતિ સારી રહેશે. કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ આનંદીત રહેશે. પરિવારજનોનો સહકાર મળશે. છતા કોઇ નિર્ણય લેવામાં ઉતાવળ કરવી નહીં. તુલા રાશિના જાતકોના અટકેલા કાર્યો પૂર્ણ થઇ શકે છે. સમાજમાં પ્રતિષ્ઠામાં વધારો થશે. ખરીદીના યોગ છે. માનસિક તણાવ રહેશે. વૃશ્ચિક રાશિના જાતકો માટે આજનો દિવસ એકંદરે સારો રહેશે, પરિવાર સાથે બહાર જવાનું થઇ શકે છે. રોકાણ કરવાની તક મળશે તથા તણાવનો અનુભવ કરી શકો છો. ધન રાશિના જાતકોને આજના દિવસે નવા અવસર પ્રાપ્ત થઇ શકે છે. નવા પ્રોજેક્ટ મળી શકે છે. રોકાણ માટે યોગ્ય સમય નથી.
મકર રાશિના જાતકો કાર્યસ્થળ પર તમારી ગુણવત્તાના કારણે સહયોગીઓ માટે ઉચ્ચ માપદંડ નિર્ધારિત કરી શકશો. રોકાયેલા કાર્યો પૂર્ણ થશે. ક્ષત્રુઓથી સાવધાન રહેવું. પાર્ટનર પ્રત્યે પ્રેમભર્યું વર્તન કરવું યોગ્ય રહેશે. કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ પ્રતિષ્ઠામાં વધારો કરનારો સાબિત થશે. વડીલો તરફથી વખાણ સાંભળવા મળી શકે છે. સ્વાસ્થ્ય સામાન્ય રહેશે. મીન રાશિના જાતકો માટે આજનો દિવસ પોતાનામાં રહેલી શક્તિને દર્શાવવાનો રહેશે. ઇચ્છિત પરિણામની પ્રાપ્તિ થશે. સ્વાસ્થ્ય બાબતે થોડું ધ્યાન રાખવાની જરૂર છે. એકંદરે દિવસ સારો રહેશે.