Mysamachar.in-ગાંધીનગર:
મુખ્યમંત્રી રૂપાણીએ તાજેતરમાં જ મહેસૂલ અને ગૃહ ખાતામાં સૌથી વધુ ભ્રષ્ટાચાર હોવાનો જાહેરમંચ પરથી સ્વીકાર કર્યો હતો. જો કે વિધાનસભા સત્ર દરમિયાન આ વાત સાચી સાબિત થઈ છે. એક પ્રશ્નના જવાબમાં ગૃહ વિભાગે લાંચ અંગેની માહિતી આપતા જણાવ્યું કે, પાંચ વર્ષમાં કુલ ૧૨૦૩ લાંચના કેસ ગુજરાતમાં નોંધાયા છે. તેમજ લાંચ લેવામાં સૌથી વધુ ગૃહ વિભાગના ૪૭૪ અને મહેસૂલ વિભાગના ૨૪૮ અધિકારીઓનો સમાવેશ થાય છે,
ગૃહવિભાગે રજૂ કરેલા આંકડા મુજબ, વર્ષ ૨૦૧૪માં ACBએ કુલ ૨૭૫ લાંચિયાઓને ઝડપી પાડ્યા, ૨૦૧૫માં ૩૦૫, ૨૦૧૬માં ૨૫૮, ૨૦૧૭માં ૧૪૮ અને ૩૦ સપ્ટેમ્બર ૨૦૧૮ સુધીમાં ૨૧૭ લાંચિયાઓને ઝડપી પાડવામાં આવ્યા છે. આમ પાંચ વર્ષના સમયગાળામાં કુલ ૧૨૦૩ અધિકારીઓ-કર્મચારીઓને લાંચ લેતા ACBએ ઝડપી પાડ્યા છે.
આ વિભાગના આટલા અધિકારીઓ-કર્મચારીઓ લાંચ લેતા ઝડપાયા…
ગૃહવિભાગ-૪૭૪,પંચાયત-ગ્રામ વિકાસ-૨૪૯, મહેસૂલ વિભાગ-૨૪૮, કૃષિ-સહકાર વિભાગ-૧૦૪, શહેરી વિકાસ-૧૩૮, નાણાં વિભાગ-૬૧, ઉર્જા-પેટ્રોલિયમ-૭૫, શિક્ષણ વિભાગ-૪૫, પોર્ટ-વાહન વ્યવહાર-૯૪, વન અને પર્યાવરણ-૪૫, ઉદ્યોગ અને ખાણ-ખનિજ-૬૫, આરોગ્ય અને પરિવાર કલ્યાણ-૩૭, કેન્દ્ર સરકાર-૭.
જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.