Mysamachar.in-જામનગરઃ
આજના જમાનામાં એવી અનેક બીમારીઓ છે જેની દવા કરવામાં અઢળક રૂપિયાનો ખર્ચ થઇ જાય છે, પરંતુ કેટલીક બીમારી દૂર કરવાનો ઉપાય રસોડામાં જ છૂપાયેલો હોય છે. જેમ કે દહીં ખાવાથી અનેક બીમારી દૂર થવાથી લઇને બીમારીથી બચી પણ શકાય છે. દૂધ અને છાસ ભેળવવાથી બનતા દહીંમાં કેટલાક એવા બેક્ટેરિયા હોય છે જેનાથી શરીરને ફાયદો થાય છે. જેમ કે નિયમિત રીતે દહીં ખાવાથી રક્તનાં પ્રવાહમાં સુધારો થાય છે અને અશક્તિ દૂર થાય છે. દહીંમાં સુગર એસિડમાં હોવાથી પાચનમાં મદદ કરે છે. દહીંના ઉપયોગથી આંતરડાના રોગો અને પેટ સાથે જોડાયેલી બીમારીઓથી બચાવે છે. જો પેટમાં ગરમી અનુભવાતી હોય, તો ભાત સાથે દહીં ખાવાથી ફાયદો થાય છે. જેઓને હાડકા મજબૂત કરવા હોય તો દહીંનું ખાસ સેવન કરવું કારણ કે દહીંમાં મોટા પ્રમાણમાં કેલ્શિયમ રહેલું છે. આ સિવાય દહીં હૃદય રોગ, હાઈ બ્લડ પ્રેશરથી પણ બચાવે છે. મસાથી પીડિત લોકો દહીં અને છાશ પી શકે છે. તેનાથી તેમને રાહત મળશે. તો આજના ભાગદોડવાળા જીવનમાં રાતે ઉંઘ ન આવવાની વધુ ફરિયાદો આવે છે, પરંતુ દહીં ખાવાથી શ્રેષ્ઠ ઊંઘ આવે છે. હાલ શિયાળો શરૂ થઇ ગયો છે, એવામાં થોડું જમવામાં અને કસરત કરવામાં ધ્યાન આપવામાં આવે તો નિરોગી રહી શકાશે.