Mysamachar.in-અમદાવાદઃ
રાજ્યમાં લગ્નની સીઝન પૂરજોશમાં ચાલી રહી છે, તેમ છતા સોના-ચાંદીની માંગમાં ઘટાડો હોવાનું વેપારીઓનું કહેવું છે. તો માંગ ઘટવાની અસર બજારમાં જોવા મળી છે. ત્યારે છેલ્લા કેટલાક દિવસથી સતત સોના-ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. સોમવારે સોનાના ભાવમાં 166 રૂપિયાનો ઘટાડો આવ્યા બાદ બીજા દિવસે મંગળવારે પણ 68 રૂપિયાનો ઘટાડો આવ્યો છે. મંગળવારે દિલ્હી સરાફા બજારમાં 10 ગ્રામ સોનાનો ભાવ 68 રૂપિયા ઘટ્યો જ્યારે ચાંદીમાં 39 રૂપિયાનો ઘટાડો આવ્યો છે. ત્યારે હાલ સોનાના કિંમત 38,547 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે, જ્યારે ચાંદીનો ભાવ 45,200 રૂપિયાથી ઘટીને 45,161 રૂપિયા પહોંચ્યો છે. આંતરરાષ્ટ્રિય બજારમાં સોનાનો ભાવ 1,455.30 ડોલર પ્રતિ ઔંસ અને ચાંદી 16.88 ડૉલર પ્રતિ ઔંસ પર હતી. તો સોના-ચાંદીના ભાવમાં ઘટાડા પાછળનું કારણ જણાવતા એક્સપર્ટનું કહેવું છે કે અમેરિકા અને ચીનમાં ટ્રેડ ડિલ થવાની આશાએ સોનાનાં ભાવ બે અઠવાડિયામાં સૌથી નિચલા સ્તરે છે. તો સાથે જ રૂપિયામાં મજબૂતી અને પીળીધાતુની માંગમાં ઘટાડાને કારણે સોનાનાં ભાવમાં ઘટાડો નોંધાઇ રહ્યો છે.