Mysamachar.in-જામનગરઃ
14 ફેબ્રુઆરી, શુક્રવારનો દિવસ 12 રાશિના જાતકો માટે કેવો રહેશે તે અંગે વાત કરીએ સૌપ્રથમ મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ આ સમય તમે લોકો સાથે વધારે મળવાનું અને વાતચીત કરવાનું ઇચ્છશો. તમે કોઇપણ ગૃહકાર્ય માટે પૂર્ણ રીતે તૈયાર છો. તમે તે વસ્તુઓ વિશે ચિંતા કરી શકો છો જેની જરૂરિયાત હાલ નથી. વૃષભઃ- અવાસ્તવિક યોજનાઓ બનાવશો નહીં. એક દુર્ઘટના અથવા ભુલથી તમે એકલતા અનુભવશો અથવા આલોચનાનું કારણ બની શકશો. રાહુની સ્થિતિ તમારા કામકાજને વધારી શકે છે. મિથુનઃ- આ સારા ભાગ્યથી ભરપૂર ક્ષણ છે જેનો પ્રયોગ તમે તમારી પ્રેઝન્ટેશન દરમિયાન કરી શકો છો.
કર્કઃ- તમારી રચનાત્મકતાને અન્ય લોકો સુધી પહોંચાડો. કરિયરમાં વાસ્તવિકત બદલાવની સંભાવના છે. કોઇ દુર્ઘટના અથવા કોઇ કાનૂની સમસ્યા હાલ તમને તણાવ આપી શકે છે. તમે તમારી તીવ્ર બુદ્ધિનું પ્રદર્શન તમારા કાર્યક્ષેત્રમાં કરશો. સિંહઃ-આધ્યાત્મિક અને પ્રોફેશનલ બંને રીતે તમારા ક્ષિતિજનો વિકાસ કરવા માટે તમારા અનુભવનો ઉપયોગ કરો. આ સમયગાળામાં તમે તમારી એકાગ્રતાનો લાભ ઉઠાવી શકો છો. કન્યાઃ-આ સમય તમને ઉત્સુકતા, શબ્દોનો યોગ્ય ઉપયોગ અને એકસાથે અનેક કામ કરવાની ક્ષમતા પ્રદાન કરી રહ્યું છે. તમે તમારો સમય ફોન ઉપર વાત કરવા, ઈમેલ લખવા, યાત્રા વગેરેમાં વ્યતીત કરી શકો છો.
તુલાઃ- તમારી પાસે સારો અવસર છે. તમે તમારા કામના પરિણામને બગણું અથવા ત્રણગણું કરી શકો છો. અત્યારે પરિવારની તે ચિંતાને નજરઅંદાજ કરો જેના કારણે તમે ઉતાવળમાં નિર્ણય લઇ શકો છો. આ દરમિયાન તમારે પ્રોપર્ટીમાં થોડું રોકાણ કરવું જોઇએ. વૃશ્ચિકઃ- મલ્ટીટાસ્કિંગ હંમેશાં સરળ રહેતું નથી. તમારી અંદર આવેલ બદલાવ અને વિશ્વાસ તમને આશ્ચર્યચકિત કરશે. બિમારી અથવા નુકસાન તમારી યાત્રાની યોજનાઓમાં વિઘ્ન પેદા કરી શકે છે. ધનઃ- તમારા બજેટને સંતુલિત કરવા અને દેવું ચુકવવા માટે તેનો ઉપયોગ કરો. આજે તમે તમારા વિચારો સાથે એકલા રહેવાનું પસંદ કરશો. સ્વાસ્થ્યને લગતી કોઇ સમસ્યા રહેશે નહીં.
મકરઃ- તમારો રસ અલગ-અલગ વસ્તુઓમાં રહેશે. જેથી તમે કંટાળી શકો છો. પારિવારિક મામલાઓ ઉપર ધ્યાન આપો અને મતભેદોને દૂર કરવા માટે કામ કરો. થોડાં લોકોને વધારે ધન પ્રાપ્તિની ઇચ્છા પરિવારથી દૂર લઇ જઇ શકે છે. કુંભઃ- તમે તમારી આવક અને ખર્ચ ઉપર નજર રાખશો અને ફાયદા વિશે વિચાર કરશો. તમે હાલ રૂપિયા અને તમારી સંપત્તિ સાથે વ્યક્તિગત મૂલ્યો ઉપર પણ તમારું ધ્યાન કેન્દ્રિત કરી શકો છો. આજનો દિવસ તમારા માટે યાદગાર રહેશે. મીનઃ-પ્રોજેક્ટ અને નવી શરૂઆતની યોજનાનો આનંદ લો. લોકો પાસેથી કોઇ પ્રકારની આશા રાખશો નહીં. સારા વિચારો કરીને મહત્ત્વપૂર્ણ નિર્ણય લો જેનાથી આવનાર સમયમાં તમારી સ્થિતિ મજબૂત થાય.