Mysamachar.in-જુનાગઢ:
રાજ્યમાં કોરોના વાયરસના કેસ નોંધાપાત્ર રીતે ઘટી ગયા છે. અનલોકમાં અનેક પ્રકારની છૂટછાટ આપી દેવામાં આવી છે. ત્યારે લોકો અને મેળાના સંચાલકોને એવી આશા છે કે, રાજ્ય સરકાર ગતવર્ષે બંધ રહેલા મેળા આ વર્ષે યોજવાની પરવાનગી આપશે. પરંતુ, આ મુદ્દે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સંકેત આપી દીધા છે કે, સાતમ-આઠમના મેળાનું આયોજન લગભગ નહીં થાય તેવું નક્કી છે,
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ વિષય પર વાત કરતા સ્પષ્ટતા કરી છે કે, કોરોના હજુ ગયો નથી. આવા સમયે ભીડ એકઠી ન થાય એની ચિંતા પહેલી રહેશે. આવા સમયે મેળા ન પણ થાય. ત્રીજી વેવની સંભાવનાઓ પણ આવી રહી છે એવી સંભાવના મળી છે. આપણે એવું ઈચ્છીએ છીએ કે ત્રીજી લહેર ન આવે. એટલે જોઈએ જેમ-જેમ તહેવારો નજીક આવશે એમ નિર્ણય સરકાર તરફથી લેવાશે.પણ કોઈ કાળે ભીડ એકત્ર ન થાય. એની ચિંતા પ્રથમ રહેશે. એટલે કદાચ મેળા ન પણ થાય. જોકે, ગત વર્ષે પણ કોઈ પ્રકારના મેળાનું આયોજન થયું ન હતું. લોકોએ પોતાના ઘણ-આંગણે નંદ મહોત્સવ યોજીને જન્માષ્ટમી ઉજવી હતી. તહેવારો નજીક આવી રહ્યા છે ત્યારે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મેળા નહીં થાય એવા સંકેત આપી દીધા છે.