Mysamachar.in:દેવભૂમિ દ્વારકા
દેવભૂમિ દ્વારકા જીલ્લાનાખંભાળિયા વિસ્તારમાં રહેતા એક શ્રમિક યુવાનના બે બાળકોના અપહરણ થયાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. આ સમગ્ર પ્રકરણની પોલીસ સૂત્રો દ્વારા જાણવા મળતી વિગત મુજબ જામનગર તાલુકાના હાપા વિસ્તારના મૂળ રહીશ અને હાલ ખંભાળિયામાં રેલવે સ્ટેશન અંડર બ્રિજ ખાતે રહી અને મજૂરી કામ કરતા રાજેશભાઈ રત્નાભાઈ પરમાર નામના 3યુવાનના બે સગીર વયના પુત્રો ગઈકાલે મંગળવારે સવારના સમયે રેલવે સ્ટેશન અંડર બ્રિજ પાસે હતા, ત્યારે કોઈ અજાણ્યો શખ્સ આ બંને બાળકોને લલચાવી-ફોસલાવીને પિતાના વાલીપણામાંથી અપહરણ કરીને લઈ ગયો હોવાનું જાહેર થયું છે. આ સમગ્ર પ્રકરણ અંગે ખંભાળિયા પોલીસે બાળકોના પિતાની ફરિયાદ પરથી અજાણ્યા શખ્સો સામે બી.એન.એસ.ની કલમ 137 (2) મુજબ ગુનો નોંધી, આગળની તપાસ પી.એસ.આઈ. યુ.કે. જાદવ દ્વારા હાથ ધરવામાં આવી છે.






