Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:
દેવભૂમિ દ્વારકા જિલ્લો છેવાડાનો જિલ્લો છે પરંતુ જ્યારે મુળુભાઇ બેરા જેવા ઉમેદવાર ચુંટણી લડતા હોય ત્યારે આ જિલ્લાની રોનક જ કઇક અલગ હોય આ એવા નેતા છે કે જે છે નાની વયના પરંતુ અનુભવ કોઠાસુઝ સુઝકો અને દુરંદેશીતામા વડીલોની હરોળમા આવે તેવા છે માટે તો સૌથી નાની વયના મિનિસ્ટર બનવાનો રેકર્ડ તેમના નામે છે ત્યારે તેમની બેઠકની સમીક્ષા પણ રોચક છે, દ્વારકા જિલ્લાના મથક 81 જામખંભાળીયા બેઠક જેમા ખંભાળીયા અને ભાણવડ બે તાલુકાઓનો સમાવેશ છે અને ભાજપના ઉમેદવાર મુળુભાઇ હરદાસભાઇ બેરા છે માટે આ બેઠક જીતવી ભાજપ માટે સહેલુ અને સરળ બની ગયુ છે તો વળી કેન્દ્રના ગૃહ મંત્રાલય અને સહકાર મંત્રાલયના મીનિસ્ટર અમીત શાહ ખંભાળીયા મુળુભાઇ બેરાનો પ્રચાર કરવા આવશે માટે કઇ ઘટે નહી અને હાલનો ભાજપ તરફી જુવાળ વધુ જમાવટ કરશે તેમ મનાય છે.
માટે સમગ્ર પણે લોકોની આ દરેક માહિતી અને ચર્ચાને ધ્યાને લઇએ તો ત્યા એમ કહેવાય છે કે ખંભાળીયા બેઠક ઉપર ભાજપ વિનમાં જ છે કેમકે મુળુભાઇ બેરા ખાભાળીયા ભાણવડ બંને તાલુકામા છવાઇ ગયા છે તેમને વારસામા જ વિચારધારા છે અને તેમની પાસે અવિરત જનસેવાનુ ભાથુ છે તે વિજય અપાવશે તેમ લોકો કહે છે અને પ્રચંડ જુવાળ આગામી દિવસોમા વધુ કલર પકડી લેશે તેવુ પણ એક વધુ તારણ જાણકારોનુ છે તે સામે આવ્યુ છે, મુળુભાઇ બેરા ધારાસભ્ય હોય કે ન હોય મિનિસ્ટર હોય કે ન હોય પ્રજા પ્રશ્ને હંમેશા સક્રિય જ રહ્યા છે એટલુ જ નહી તેમનો લોકસંપર્ક પણ ખુબ જ છે તેમનો પ્રવાસ સતત હોય છે અને સારા માઠા દરેક પ્રસંગોમા લોકો પાસે જાય છે તેમજ સહયોગ આપતા રહે છે
-ખેડૂત સહિત ગ્રામજનોમા ચાહના
જ્યારે લોકોની વચ્ચે રહેનાર નેતા હોય તે લોકપ્રિય જ હોય છે જમીનના માણસ એવા મુળુભાઇ બેરા ખેડૂતો સહિત ગ્રામજનોમા ખુબ બહોળી ચાહના ધરાવે છે કેમકે પોતે પણ ખેડૂત છે તેમજ ગ્રામ્ય જીવનના જાણકાર છે માટે લોકોની રજુઆતને સમજી શકે છે તેમજ આ વિસ્તારોમાં તેમને પ્રજાપ્રતિનિધી તરીકે અનેક પાયાની અને રોજબરોજની લોકોની જરૂરીયાતની તેમજ સુખાકારીની પાણી થી માંડી સિંચાઇ જળસંગ્રહથી માંડી જળાશયોની ખેડૂતથી માંડી દરેક વર્ગની રસ્તાથી માંડી રોજગારની વગેરે ઉપરાંત શિક્ષણ આરોગ્ય પરિવહન ખેત ઉત્પાદનની દરેક બાબતો લોકોના કામો ઝડપી થાય જાહેર સુવિધાઓ તેમજ ગ્રામવિકાસ સહિતની અનેક વિધ સુવિધાઓ કરાવી બંને તાલુકાના લોકોનો વિશ્વાસ જીત્યો છે.
હંમેશા સૌ સાથે હસી ને જ વાત કરનારા મુળુભાઇને પ્રચાર દરમ્યાન સારો પ્રતિસાદ મળી રહ્યો છે ઠેર ઠેર આવકાર સાથે લોકો તેમને જ મત આપવાની ખાત્રી આપી રહ્યા છે અને કાર્યાલયથી માંડી ખંભાળીયા ભાણવડ તાલુકાઓના ગામે ગામમા મુળુભાઇ…..મુળુભાઇ….થાય છે માટે હાલ હવે જરા પણ અવઢવ હતી તે નીકળી ગઇ ને ચિત્ર બદલાયુ એટલુ જ નહી સ્પષ્ટ થઇ ગયુ કે મુળુભાઇ બેરા જીતે છે આ બેઠક ભાજપ માટે વિન છે તેમ રાજકીય વિશ્લેષકોનો આજનો વિસ્તૃત છણાવટ સાથે અભિપ્રાય મળ્યો છે
ખાસ તો સંઘનુ પણ સમર્થન મુળુભાઇને મળે જે પ્રચાર તો સાયલન્ટ અને ખુબ પ્રભાવી હોય છે તેની જાણકારી પણ દરેકને નથી હોતી ત્યારે સંઘના રાષ્ટ્ર પ્રથમના ગુણ તેમના પિતા તરફથી મુળુભાઇને વારસામા મળ્યા છે અને સામાન્ય સ્થિતિ હતી પરંતુ અસામાન્ય સુઝ બુઝ ને જન સેવાનો સંકલ્પ નાનપણથી જ હતો માટે જ વખતો વખત ધારાસભ્ય બનતા આવ્યા છે તેમજ મિનીસ્ટર તરીકે લોકોની સુવિધાઓના અનેક કામ કર્યા છે સંગઠનનો ખાસ્સો અનુભવ પણ તેઓ ધરાવતા હોઇ તે પણ જમા પાસુ છે તેમને પક્ષનુ સમર્થન ખુબ મળે છે તેના સહિત ની પણઅનેક બાબતો મુળુભાઇ બેરાની તરફેણમા હોઇ તેમના માટે વિજય અઘરો નથી હા પ્રચાર પુરે પુરો કરી લેવો જોઇએ તેમ પણ જાણકારી આપતી વખતે વિશ્લેષકોએ ઉમેર્યુ છે