Mysamachar.in: દેવભૂમિ દ્વારકા
દેવભૂમિ દ્વારકા જીલ્લાના ખંભાળિયા પોલીસ મથકમાં ફરજ બજાવતા મહિદીપસિંહ સુરેન્દ્રસિંહ જાડેજા નામના પોલીસ કર્મચારી ગઈકાલે મંગળવારે સાંજના સમયે તેમને સોંપવામાં આવેલી અરજીની તપાસ અર્થે ખંભાળિયાથી આશરે 26 કી.મી. દૂર ઝાકસિયા ગામે ગયા હતા. ત્યારે ગામના ઝાપા પાસે પહોંચતા અહીં રહેલા આ જ ગામના નિલેશ જમનાદાસ કુબાવત, પ્રકાશ જમનાદાસ કુબાવત અને વીરા નાથા વેસરા તેમજ કાકાભાઈ સિંહણ ગામના મંગલદાસ પ્રભુદાસ નિમાવત નામના ચાર શખ્સોએ ઢીકાપાટુનો માર માર્યાની તેમજ ઉશ્કેરણી કરી, આરોપી નિલેશ અને પ્રકાશએ ગાળાગાળી કરી, જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ ખંભાળિયા પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે. જે અંગે પોલીસે તમામ ચાર આરોપીઓ સામે ફરજમાં રૂકાવટ સહિતની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ પી.એસ.આઈ. ડી.જી. વસાવા દ્વારા હાથ ધરવામાં આવી છે.