• About
  • Advertise
  • Privacy Policy
  • Contact
Friday, June 27, 2025
My Samachar | Online News Portal For Gujarat
Advertisement
  • Home
  • હાલાર – અપડેટ
  • લાઇફ સ્ટાઇલ
  • ગુજરાત
  • ક્રાઈમ
  • રાજકારણ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
No Result
View All Result
  • Home
  • હાલાર – અપડેટ
  • લાઇફ સ્ટાઇલ
  • ગુજરાત
  • ક્રાઈમ
  • રાજકારણ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
No Result
View All Result
My Samachar | Online News Portal For Gujarat
No Result
View All Result

લખી રાખો: ગોઝારી ઘટનાઓનું પુનરાવર્તન થતું જ રહેશે !!

My Samachar by My Samachar
January 20, 2024
in વડોદરા
Reading Time: 1 min read
A A
લખી રાખો: ગોઝારી ઘટનાઓનું પુનરાવર્તન થતું જ રહેશે !!
Share on WhatsAppShare on FacebookShare on Twitter

Mysamachar.in-વડોદરા:

જયારે પણ કોઈ ગોઝારી ઘટનાઓ બને છે, સૌને અચાનક ડહાપણની દાઢ ઉગી જાય છે, ઘણી બધી મીઠડી અને ઉંચી, મોટી વાતો થતી રહે છે, શોક અને દુઃખ વ્યક્ત થતાં રહે છે, સહાયો જાહેર થતી રહે છે, તાકીદની વિઝિટ થતી રહે છે, SITની રચનાઓ થતી રહે છે અને આક્રોશ વ્યકત થતાં રહે છે. તસવીરો પ્રગટ થતી રહે છે, વીડિયોઝ વાયરલ થતાં રહે છે- એવા સમયે ખરો પ્રશ્ન એ છે કે, ગોઝારી દુર્ઘટના બને એ પહેલાંના સમયમાં જવાબદાર સંસ્થાઓ, વ્યક્તિઓ અને અધિકારીઓ તથા ચૂંટાયેલા લોકો સહિત સૌ સંબંધિતો, ગોઝારી દુર્ઘટના ન બને તે માટે કાળજી રાખે છે ?! આ પ્રશ્નનો ઉત્તર કયાંય, કોઈ શોધતું નથી, આ અગમચેતી રાખવામાં આવે તો ગોઝારી ઘટનાઓ બનતી અટકાવી શકાય, પરંતુ આ મુદ્દાઓમાં આપણને રસ નથી, આપણને રોનાધોનાની આદત પડી ગઈ છે. ઉંઘતા ઝડપાઈ જવું આપણને વળગેલો મહારોગ છે. 

હોસ્પિટલોમાં આગ લાગતી રહે છે, ICUમાં લાચાર દર્દીઓ આગમાં ભૂંજાતા રહે છે, કોચિંગ ક્લાસમાં છાત્રો આગમાં ઝૂલસાતા રહે છે, પુલ ધડામ દઈને પડે અને સેંકડો જિંદગીઓ પાણીમાં કાયમ માટે ગરકાવ થઈ જાય, ફેકટરીઓમાં અવારનવાર બ્લાસ્ટ થતાં રહે, શ્રમિક પરિવારના મોભીઓ ધડાકામાં ટૂકડા ટૂકડા થઈ વેરાઈ જાય, તરફડીને કાયમ માટે પોઢી જાય અને રસ્તાઓ પર અકસ્માત સમયે મોતની ભયાનક ચિચિયારીઓ દિનરાત પડઘાતી રહે- આમાંની એક પણ બાબત આપણને રેઢિયાળમાંથી સંવેદનશીલ ન બનાવી શકે, આપણી લાલિયાવાડીઓ ચાલતી જ રહે, બીજી દુર્ઘટના બને ત્યાં સુધી !!

કયાંય પણ, કોઈ પણ દુર્ઘટના બનતી અટકાવી શકાય તે માટે કાયદા, નિયમો અને જોગવાઈઓ હોય જ છે, આ બધી બાબતોના પાલન માટે ઈન્સ્પેક્શન ઓથોરિટીઝ હોય જ છે, લોકોને જાગૃત બનાવવા સૌ પ્રયાસો કરે જ છે, છતાં વડોદરા અને મોરબી જેવી દુર્ઘટનાઓ એક પછી એક બનતી રહે છે.

આ બધી બાબતોનો એક અર્થ એ થઈ શકે કે, નાગરિકો તરીકે આપણે જાગૃત નથી અથવા બેદરકાર છીએ, ઈન્સ્પેક્શન અધિકારીઓ ભ્રષ્ટ અને સ્વાર્થી છે, સરકારોને નાગરિકોની ચિંતાઓ નથી, ચૂંટાયેલા લોકોના એજન્ડામાં નાગરિકો નથી, થોડા થોડા સમયે મીડિયાકર્મીઓ લાલબતી ધરતાં હોય છે પરંતુ સૌ જવાબદારો પોતાનામાં વ્યસ્ત રહે છે અને દુર્ઘટનાઓ આકાર લેતી રહે છે  !! 

ફાયરશાખા, કોર્પોરેશન, પોલીસ, ફેકટરી ઈન્સ્પેક્ટર, જિલ્લા વહીવટીતંત્ર, હોસ્પિટલ તંત્ર, પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ,  RTO વગેરે કેટલાંક તંત્રો એવા છે જેઓ ઘણી બધી વિજિલન્સ બાબતો સાથે સંકળાયેલા હોય છે, તેઓ જાગતાં રહે, નિષ્ઠા સાથે ફરજો બજાવે તો ઘણી સંભવિત દુર્ઘટનાઓ બનતી અટકાવી શકાય- પરંતુ કમનસીબે એમ થતું નથી અને દર વખતે આપણાં સૌના ભાગ્યમાં લખાઈ રહે છે- રાંડયા પછીનું ડહાપણ !!

SendShareTweetShare

Join Us on Social

Recent News

જામનગરમાં ગંદો વિવાદ: સૌથી વધુ ફરિયાદો ‘ગંદકી’ અંગે થઈ રહી છે  !

છબછબિયાનો આનંદ: જામનગરમાં કચરા કલેક્શન કોન્ટ્રાક્ટર પર વરસતી કૃપા…

June 27, 2025
આ જિલ્લાના પોલીસબેડામાં ભૂકંપ: પોલીસ પર ત્રાટકી પોલીસ

365 દિવસમાં ‘પોલીસ’ વિભાગ સામે 40,000થી વધુ અરજીઓ !!

June 27, 2025
મને માર મારવામાં આવ્યો:સગીર,  ના, અમારી પાસે CCTV ફૂટેજ: PI

જામનગરની જીજી હોસ્પિ.ના ઉચાપત આરોપીને ‘ચૂપચાપ’ જેલ સુધી પહોંચાડી દેવાયો !

June 27, 2025
જામનગર જિલ્લામાં પાંચેક ઈંચ સુધીનો વરસાદ..તમારા ગામમાં કેટલો વરસાદ વાંચો

જામનગર જિલ્લામાં પાંચેક ઈંચ સુધીનો વરસાદ..તમારા ગામમાં કેટલો વરસાદ વાંચો

June 27, 2025
Prev Next
My Samachar

Welcome to My Samachar, the premier news portal brought to you by RD Network! We take pride in delivering authentic and unbiased news coverage, ensuring you stay informed about the latest developments across all districts of Gujarat and every state in India.

Follow Us

Browse by Category

  • Uncategorized
  • અમદાવાદ
  • અમરેલી
  • અરવલ્લી
  • આણંદ
  • કચ્છ
  • ક્રાઈમ
  • ખાસ મુલાકાત
  • ગાંધીનગર
  • ગીર સોમનાથ
  • ગુજરાત
  • ગોધરા
  • છોટા ઉદેપુર
  • જામનગર
  • જુનાગઢ
  • ડાંગ
  • દાહોદ
  • દેવભૂમિ દ્વારકા
  • નડિયાદ
  • નર્મદા
  • નવસારી
  • પંચમહાલ
  • પોરબંદર
  • પ્રેસનોટ
  • બનાસકાંઠા
  • બોટાદ
  • ભરૂચ
  • ભાવનગર
  • મહેસાણા
  • મોરબી
  • રાજકારણ
  • રાજકોટ
  • લાઇફ સ્ટાઇલ
  • વડોદરા
  • વલસાડ
  • વિડીયો
  • સાબરકાંઠા
  • સુરત
  • સુરેન્દ્રનગર
  • હાલાર – અપડેટ

Recent News

જામનગરમાં ગંદો વિવાદ: સૌથી વધુ ફરિયાદો ‘ગંદકી’ અંગે થઈ રહી છે  !

છબછબિયાનો આનંદ: જામનગરમાં કચરા કલેક્શન કોન્ટ્રાક્ટર પર વરસતી કૃપા…

June 27, 2025
આ જિલ્લાના પોલીસબેડામાં ભૂકંપ: પોલીસ પર ત્રાટકી પોલીસ

365 દિવસમાં ‘પોલીસ’ વિભાગ સામે 40,000થી વધુ અરજીઓ !!

June 27, 2025
  • About
  • Advertise
  • Privacy Policy
  • Contact

© 2024 R D Network Reg.No.GJ-10-0038208 MySamachar.in - Online News Portal for Gujarat. Developed by Krina Web®

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

error: Content is protected !!
No Result
View All Result
  • Home
  • હાલાર – અપડેટ
  • ગુજરાત
  • લાઇફ સ્ટાઇલ
  • રાજકારણ
  • ક્રાઈમ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
  • About
  • Privacy & Policy
  • Contact
  • Advertise

© 2024 R D Network Reg.No.GJ-10-0038208 MySamachar.in - Online News Portal for Gujarat. Developed by Krina Web®