Mysamachar.in-જામનગર:
આજે હોળી છે. સાંજે ઠેર ઠેર હોલિકા દહન કરશે. આ સમયે ભીડ રહેશે. આસપાસ અનેક લોકો રહેશે. તેથી તમારે સોશિયલ ડિસ્ટન્સિંગ અને કોરોનાની અન્ય ગાઈડલાઈનનું પાલન કરવુ પડશે.આ તમામ વચ્ચે હવે લોકોને હાથમાં વારંવાર સેનેટાઈઝર લગાવવાની આદત પડી ચુકી છે ત્યારે આજે સેનેટાઈઝર લગાવીને પ્રગટાવેલી હોળી પાસે ન જતા. નહિ તો હાથ દાજી જવાની સંભાવના પણ રહેલી છે,
કોરોના સામે તકેદારી માટે ઉપયોગમાં લેવાતા સેનેટાઈઝરમાં 60થી 70 ટકા આલ્કોહોલ હોય છે. હાથમાં લગાવવામાં આવતું સેનેટાઈઝર મિનિટો સુધી હાથ પર રહે છે. આલ્કોહોલ અગ્નિ ઝડપી લે તેવું હોય છે. આથી આગ પાસે જવાથી તે સળગી ઉઠે છે. આ સંજોગોમાં સેનેટાઈઝર લગાવ્યાં પછી આલ્કોહોલની અસર હાથ ઉપર લાંબો સમય સુધી રહે છે. તેથી હોળી દહન સમયે સેનેટાઈઝરનો ઉપયોગ જોખમી પુરવાર થઈ શકે છે. તેથી જો આજે હોળી પ્રગટાવતા સમયે જવાનું હોય તો સાબુથી હાથ ધોઈને જજો. કોરોનાથી બચવા માટે હાથ ધોવા જરૂરી છે, પછી તેના માટે સેનેટાઈઝરનો ઉપયોગ કરો કે સાબુનો, તેનાથી કોઈ ફરક પડતો નથી. પરંતુ સાવધાની રાખવી એ મુખ્ય હેતુ છે.