Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:
દેવભૂમિ દ્વારકા જીલ્લાના ભાણવડ તાલુકાના કાટકોલા જેનું વતન છે, તે કે.ડી.કરમુર સતત લોકોની વચ્ચે લોકોના સુખદુઃખમાં સાથે રહી અને લોકઉપયોગી કાર્યો સરકારની ગ્રાન્ટ થી થાય તો ઠીક નહિતર સ્વખર્ચે પણ કરી આપી અને લોકોના હ્રદયમાં એક અનોખું સ્થાન પ્રાપ્ત કર્યું છે, સતત લોકોની વચ્ચે રહેતા કે.ડી.કરમુર ગત જીલ્લા પંચાયતની ચુંટણીમાં પણ જંગી મતોથી વિજેતા થયા બાદમાં પણ તેવો વિશેષ આ વિસ્તારમાં સતત લોકપ્રશ્નો માટે દોડી રહ્યા છે, એવામાં ગત 19 ડીસેમ્બરના રોજ યોજાયેલ ગ્રામ પંચાયતોની ચુંટણીમાં સેવા જ જેનો મંત્ર છે અને સતત લોકોની વચ્ચે રહી ગામનો વિકાસ કરવાની એક માત્ર નેમ સાથે કે.ડી.કરમુરના પત્ની શિલ્પાબેન કરમુરે પણ સરપંચપદની દાવેદારી નોંધાવી હતી અને ગઈકાલે જાહેર થયેલ પરિણામોમાં શિલ્પાબેન કરમુર 359 મતોથી વિજય થયા છે.
વધુમાં આ ગામમાં 11 મહિલા સભ્યો વિજેતા થતા ગામનું શાશન હવે મહિલાઓ જ કરશે…આમ અત્યારસુધી પતિ કે.ડી.કરમુરને જનસેવામાં સતત સાથે રહેતા તેમના પત્ની શિલ્પાબેન પણ હવે સરપંચ થતા આગામી સમયમાં ભાણવડના કાટકોલા ગામમાં ગ્રામજનોને વિશ્વાસમાં સૌને સાથે રાખીને વિકાસની હરણફાળ જોવા મળશે તેમ સ્થાનિકોના રીવ્યુ પરથી જાણવા મળે છે.અત્રે ઉલ્લેખનીય છે કે સરપંચપદે વિજેતા બનેલા શિલ્પાબેન કરમુર ખંભાળિયા ભાણવડ મત વિસ્તારના કોંગી ધારાસભ્ય વિક્રમ માડમના ભત્રીજી પણ થાય છે.