Mysamachar.in-જામનગર:
જામનગર ગ્રામ્યના કોંગ્રેસના ધારાસભ્ય વલ્લભ ધારવીયાએ એકાએક રાજીનામું ધરી દેતા જામનગર લોકસભાની ચૂંટણીની સાથે જ જામનગર ગ્રામ્યની પેટાચૂંટણીની પણ ચૂંટણીપંચે જાહેરાત કરી છે, ત્યારે આ બેઠક કબ્જે કરવા ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષોએ તૈયારીનો દૌર આરંભી દીધો છે.તેવામાં જામનગર ગ્રામ્ય બેઠક પર કોંગ્રેસમાંથી કાસમ ખફીને ટિકિટ આપવા માંગણી ઉઠી હોવાની ચર્ચાએ ભારે જોર પકડ્યું છે,અને વર્ષોથી કોંગ્રેસના વફાદાર સૈનિક તરીકે પ્રજાના તમામ સુખ-દુઃખમાં ભાગીદાર બનતા કાસમ ખફીને ટિકિટ આપવામાં આવે તો આ બેઠક પર ભાજપને વધુ એક વખત પછડાટ ખાવી પડે તેવુ રાજકીય પંડિતોનું ગણિત છે,

મળતી વિગત મુજબ જામનગર ગ્રામ્યની બેઠક પર જ્ઞાતીનું સમીકરણ જોઈએ તો અંદાજે ૪૮,૦૦૦ લઘુમતી સમાજના, ૪૨,૦૦૦ પાટીદાર, ૧૯,૦૦૦ દલીત સમાજ, ૨૭,૦૦૦ સતવારા સમાજ, ૨૦,૦૦૦ ક્ષત્રિય સમાજ તેમજ અન્ય સમાજના મળીને ૨ લાખ ઉપર મતદારો છે. આમ જોવા બેસીએ તો વર્ષોથી આ સમાજના મોટાભાગના આગેવાનો કોંગ્રેસ સાથે સંકળાઇને પાર્ટીના હિતમાં કામગીરી કરે છે, તેવા જ એક આગેવાન કાસમભાઈ ખફી છે, જે બે દાયકાથી કોંગ્રેસનાં વિવિધ હોદ્દાઑ પર રહીને તેમજ ચૂંટાઈને પણ જામનગર શહેર અને ગ્રામીણ પ્રજાની સેવા કરી છે, જેનાથી બધા પરિચિત છે. હાલ તેઓ વોર્ડ નં.૧ના કોર્પોરેટર તરીકે ચૂંટાઈને સતત લોકોનો અવાજ છાસવારે ઉઠાવવા માટે પણ જાણીતા છે,

કાસમ ખફીનું નામ ૨૦૧૭ની વિધાનસભાની ચુંટણીમાં જામનગર ગ્રામ્ય બેઠક પર કોંગ્રેસમાંથી ટોપ-૩ ઉમેદવારમાં કોંગ્રેસ હાઇકમાન્ડ સુધી ગાજયું હતું, પણ એક ચોક્કસ જ્ઞાતીના ભાજપ દ્વારા મતો તોડવાના ઈરાદા સાથે નીતિ બદલાતા કોંગ્રેસે વલ્લભ ધારવીયાને ટિકિટ આપી હતી, જ્યારે આ બેઠક જીતાડવા માટે કાસમ ખફી દ્વારા ચાવીરૂપ ભૂમિકા ભજવીને કોંગ્રેસને જીતાડવામાં સિંહફાળો આપ્યો હતો. જેથી કોંગ્રેસના હાઇકમાન્ડને ખ્યાલ હોવાથી તેમનું ગુડબુકમાં જ્યારે પેટા ચૂંટણી યોજાઇ રહી છે ત્યારે પણ સારું એવું નામ છે, ના માત્ર કોઈ એક સમાજ પરંતુ સર્વસમાજમાં સારું એવું નામ ધરાવતા કાસમ ખફીને કોંગ્રેસ દ્વારા ટિકિટ આપવામાં આવે તેવી પૂરેપુરી સંભાવનાઓ હોવાનું પક્ષમાં પણ ચર્ચાઈ રહ્યું છે,

અચાનક જ જામનગર ગ્રામ્ય બેઠકની પેટા ચૂંટણી આવી પડતા કાસમ ખફી હાલ તો ગ્રામીણ વિસ્તારોમાં પ્રવાસ કરી રહ્યા છે અને લોકો સામેથી જ ઉમેદવારી નોંધાવવા માટે કાસમ ખફીને જણાવી રહ્યા છે. ત્યારે આ વખતે કાસમ ખફી દ્વારા પણ જામનગર ગ્રામ્યની બેઠક પર દાવેદારી નોંધાવવા માટે પુરેપુરી તૈયારી શરૂ કરી દીધી છે અને પ્રજા સાથે વિશ્વાસઘાત ન થાય તે માટે પ્રજાના અડીખમ નેતા મળે તે માટે કાસમ ખફીએ ચૂંટણી લડવાનું મન બનાવીને ભાજપના ઉમેદવારને પછડાટ આપવા હાલ તો સક્ષમ દાવેદાર હોવાનું નિષ્ણાંતો માની રહ્યા છે.

જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.