Mysamachar.in-ગાંધીનગર:
હાલ જ્યારે લાંબા સમયથી સરકાર દ્વારા કોઇ આંદોલન માંગણી રજુઆત વગેરે સામે ખાત્રી આપી દે છે પરંતુ લેખીત હુકમો ઠરાવો પરિપત્રો થતા નથી માટે અમલ થતો નથી અરે અમુક તો પરિપત્રોના પણ અમલ નથી તેમ જણાવી જામનગર જિલ્લાની 76-કાલાવડ બેઠકના શિક્ષીત અને સેવાભાવી ધારાસભ્ય પ્રવિણભાઇ મુસડીયાએ ઉમેર્યુ હતુ કે આવુ શુ કામ થાય છે? વહીવટી ગતિશીલતા માટે કર્મચારીઓના હક નહી અપાય તો તેઓ હજુ પણ લડત ગંભીર કરશે તેમ લલકાર કર્યો છે આમ રાજ્યના કર્મયોગી સરકારી કર્મચારીઓની અગત્યની માંગ માટે ટેકામાં જંગ લોકપ્રિય MLA મુછડિયાએ છેડી દીધી હોય હવે ઉકેલના આશાના કિરણો દેખાનુ અમુક કર્મચારીઓ ચર્ચા કરતા સાંભળવા મળે છે,
હંમેશા જનતા સાથે કોંગ્રેસના લોકપ્રહરી એવા ચુંટાયેલા પ્રભાવી નેતા પ્રવિણભાઇએ તંત્રના હાથપગ સમાન સ્ટાફની પડખે રહેવાનુ નક્કી કરી લીધુ છે અને સમગ્ર અસરકારક લડતની રૂપરેખા તૈયાર કરી છે, વિવિધ કર્મચારીઓ વિવિધ મુદ્દે ગાંધીનગર ખાતે આંદોલન કરી રહ્યા છે ત્યારે, આ તમામ કર્મચારીઓની માંગણીઓ સંતોષાય અને તેમને ન્યાય મળે તે માટે વિધાનસભા ગૃહમાં પણ ઉગ્ર રજૂઆત કરેલ છે,
જમીનથી લઈ વિધાનસભાના ગૃહ સુધી અમે જનતાની સાથે છીએ તેમ દ્રઢતાથી જણાવ્યુ છે અને માટે જ રાજ્યના સૌ કર્મયોગી સરકારી કર્મચારીઓની અગત્યની માંગ માટે થાક્યા વગર તેઓ લડવાના છે કેમકે તેમણે જણાવ્યુ છે કે સરકારી વહીવટના પાયાના પથ્થર એવા કર્મચારીઓ જ ગતિશીલતા લાવી શકે જો તેમને અન્યાય થાય તો તેમનો ઉત્સાહ કેમ જળવાશે? તેમ વેધક સવાલ કરી કાલાવડના ધારાસભ્યએ ખાસ લાગણી સાથે માનવતાસભર ટેકો જાહેર કરતા હવે આ મામલે નિરાકરણનુ કાઉન્ટ ડાઉન શરૂ થયાના સંકેત મળ્યા છે,
લોકશાહિમા સબળ વિરોધપક્ષ જરૂર પડ્યે શાસકપક્ષનુ ધ્યાન દોરે જરૂર પડ્યે કાન પણ આમળે સાથે સાથે અભિગમ પ્રજાલક્ષી રાખે તે પણ ખાસ જરૂરી છે, ત્યારે આ બાબતને લોકપ્રશ્ને જ અને જાહેર હેતુ માટે હંમેશા ટોચ અગ્રતા MLA પ્રવિણભાઇ મુછડીયાએ આપી હોવાનો રાજકીય વિશ્લેષકોનો અભિપ્રાય મળ્યો છે જે સાચા લોકપ્રતિનિધીનુ નોંધપાત્ર પાસુ ગણાય છે.