mysamachar.in-જામનગર
તાજેતરમાં જ સરકાર દ્વારા જ્ઞાતિઓનું લીસ્ટ બહાર પાડવામાં આવ્યું છે,સરકાર દ્વારા પ્રસિદ્ધ કરેલ આ લીસ્ટમાં કચ્છી ભાનુશાલી જ્ઞાતિનો યોગ્ય પરિશિષ્ટમાં ક્યાય સમાવેશ કરવામાં ના આવ્યો હોવાનું જામનગર સમાજના આગેવાનો ને ધ્યાને આવ્યું છે,
આગેવાનો ને જેવી આ વાત ધ્યાને આવતા જ જામનગર નિવાસી અધિક કલેકટર ને પણ આ મામલે આવેદનપત્ર પાઠવી કરાયેલ રજુઆતમાં જણાવ્યું છે કે સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલ લીસ્ટ મા જો સમાજનું નામ ના હોય તો સરકારની વખતોવખતની યોજનાઓ,વિધાર્થીઓને પ્રમાણપત્ર,સહીત સમાજને બીજી ઘણી નુકશાનીઓ થવાની ભીતિઓ પણ આવેદનપત્રમાં દર્શાવાઈ છે,ઉપરાંત સમાજનો યોગ્ય પરિશિષ્ટમાંમા સામેલ કરવા પણ માંગ કરાઈ છે,
વધુમાં સમાજના આગેવાનો દ્વારા એમ પણ જણાવાયું છે કે આ બાબતે સરકાર જો યોગ્ય કાર્યવાહી નહિ કરે તો આગામી દિવસોમાં ગાંધીનગર રૂબરૂ રજૂઆત સહિતના કાર્યક્રમો પણ ઘડી કાઢવામાં આવશે.