My samachar.in:-અમદાવાદ
અમદાવાદમાં બે લોકોની એક ટોળકીએ અસ્તિત્વમાં જ ના હોય એવા ફ્લેટના વેચાણ પેટે લાખો રુપિયા પડાવ્યા હોવાનું સામે આવ્યું છે. ફિલ્મોમાં હોય તેવો પેંતરો અજમાવી લાખો રૂપિયા ખંખેરી લેનાર આ ટોળકીના એક આરોપીની પોલીસે ઝડપી પાડ્યો છે જયારે અન્યની શોધખોળ આદરી છે ફરિયાદ મુજબની વાત કરીએ તો ફરિયાદીના પુત્રને અમદાવાદમાં હેંડીક્રાફ્ટનો વ્યવસાય વિકસાવવા માટે આંબાવાડીમાં મકાન લેવાનું નક્કી કર્યું. જેમાં દલાલ મારફતે પોષ વિસ્તાર એવા આંબાવાડી વિસ્તારમાં દલાલોએ એક ફ્લેટ પહેલા બતાવ્યો હતો..
જે ફ્લેટની કિંમત 17.50 લાખ જણાવી સોદો નક્કી કર્યો હતો.ત્યારે આરોપી યગ્નેશ શાહ અને વિજય ઢાંચા સહિતના લોકોએ એક ખોટું બાનાખત બનાવ્યું, ખોટો ફ્લેટ ઉભો કર્યો, ખોટા દસ્તાવેજ બનાવ્યા, ખોટા શેર સર્ટિફિકેટ બનાવ્યા અને ખોટા એલોટમેન્ટ સુદ્ધા બનાવી નાખી ફરિયાદીને પોતાની જાળમાં ફસાવી દીધા અને લાખોનો ચુનો લગાવી દીધો હતો.ફરિયાદી ગોપાલભાઈ કારીયાને છેતરાયાનો અનુભવ ત્યારે થયો જ્યારે ગોપાલભાઈ પરિવાર સાથે ફ્લેટ પર કબજો લેવા માટે પહોંચતા ફ્લેટ પર બેંકનું સિલ લાગેલું હતું. અને ગોપાલભાઈ એ જે બ્લોકના નામથી ફ્લેટ બુક કરાવ્યો હતો તે બ્લોક જ નહોતો. આસપાસના વ્યક્તિઓને પૂછતાં લોકોએ જણાવ્યું કે સી-302ની કોઈ વિંગ જ સોસાયટીમાં નથી…
ત્યારે ગોપાલભાઈ એ યગ્નેશ શાહ અને વિજય ઢાંચાને સંપર્ક કરતા આ ઠગ ટોળકીએ ફ્લેટ વેચવામાં અમારાથી ભૂલ થઈ હોવાનું કહી થોડો સમય આપવાની વાત કરી હતી.ત્યારબાદ ગોપાલભાઈએ પૈસા પરત આપવાનું કહેતા યગ્નેશ શાહ એ પોતાના ઘરે બોલાવી પત્ની મારફતે અપહરણની ખોટી ફરિયાદ ઇસનપુરમાં કરાવી હતી.એક આરોપી હાલ પોલીસ ગિરફતમાં આવી ગયો છે પણ મુખ્ય આરોપી હાલ ફરાર છે. જેણે સમગ્ર કૌભાંડ આચર્યું હતું. તમામ હકીકતો આરોપીની પૂછપરછ દરમિયાન ખુલવા પામશે.