Mysamachar.in:જામનગર
જામનગર જીલ્લાના જામજોધપુરના સતાપર ગામે બસ સ્ટેશન પાસે જાહેરમાં રિવોલ્વર સાથે પીધેલી હાલતમાં સીન મારનાર જુનાગઢના રેલ્વે ફાટક મેન સામે જામજોધપુર પોલીસે અલગ અલગ બે ગુન્હાઓ દાખલ કર્યા છે, જામજોધપુર પોલીસ મથકે નોંધાયેલ વિગતો મુજબ જામજોધપુરના સતાપર ગામેં બસ સ્ટેશન નજીક જાહેરમાં નટવરલાલ કાળુભાઇ તેરૈયા ઉવ.54 ધંધો રેલ્વે ફાટકમેન રહે મહેશ નગર ઝાઝરડા રોડ બ્લોક નં- એ/38 માંગનાથ રોડ જુનાગઢ વાળાએ જાહેરમા કોઇ કાયદા વિરુધ્ધના હેતુ માટે વાપરવાના ઇરાદેથી રીવોલ્વર સાથે રાખી કેફી પીણાની અસર તળે જાહેરમા નીકળી રીવોલ્વર (અગ્નીશસ્ત્ર) લહેરાવી બકવાસ કરી આર્મ્સરૂલ લાઇસંન્સ નો ભંગ કરવા સબબ તેમજ જાહેરમા કેફી પ્રવાહી પીધેલ હાલતમા નીકળી તેમજ પોતાની કારમા ભારતીય બનાવટની અંગેજી દારૂ બોટલ નંગ-1 કીરૂ.500 તથા સ્વીફ્ટ કાર જેની 5 લાખ કીમત સાથે મળી આવતા જામજોધપુર પી.આઈ.એમ.એન.ચૌહાણ અને પીએસઆઈ કે.સી.વાઘેલા દ્વારા અલગ અલગ બે ગુન્હાઓ રેલ્વે ફાટક મેન વિરુદ્ધ નોંધી આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે.