Mysamachar.in-જૂનાગઢ:
એન્ટી કરપ્શન બ્યુરોએ ડીકોય ટ્રેપ ગોઠવી અને એક વહીવટીયા લાંચિયા બાબુને ઝડપી પાડ્યો છે, જૂનાગઢ એસીબીને ખાનગી રાહે એવી હકીકત અને રજૂઆત મળેલ કે, સેન્ટ્રલ જી.એસ.ટી ડીવીઝનની કચેરી, જૂનાગઢના અધિકારી કર્મચારીઓ વેપારીઓના માલ સામાનની ગાડીઓ રોકી નાની મોટી ભુલો કાઢી કાયદેસરની કાર્યવાહી ન કરી લાંચના નાણાંની માંગણી કરી નાણાં સ્વીકારે છે. જે મળેલ હકીકત રજૂઆતની સત્યતા ચકાસવા માટે આજરોજ લાંચના ડિકોય છટકાનું આયોજન કરતા કીશોરભાઇ રાજાભાઇ પનારા ટેક્ષ આસીસ્ટન્ટ વર્ગ-3, CGST ડીવીઝન કચેરી જૂનાગઢ આ કેસમાં સહકાર આપનાર ડીકોયરનો માલ સામાનનો ટ્રક છોડી આપવાના અવેજ પેટે 2000 ની લાંચની માંગણી કરી સ્વીકારી પકડાઇ ગયો હતો.