Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:
એક તરફ કોરોના મહામારીએ રાજ્યમાં ભરડો લીધો છે, પોલીસ આરોગ્ય અને વહીવટીતંત્ર તેને કાબુમાં લેવા મથી રહ્યું છે, ત્યારે નશાના નેટવર્કનો મોટો પર્દાફાશ થયાનું જાણવા મળી રહ્યું છે, ગુજરાત ATS, કોસ્ટગાર્ડ અને દેવભૂમિ દ્વારકા SOGએ દરિયામાં ચોક્કસ માહિતીને આધારે એક ઓપરેશન પાર પાડીને દરિયામાંથી ખુબ મોટી માત્રામાં કહી શકાય તેવો હેરોઈનનો જથ્થો ઝડપી પાડ્યો છે. દરિયામાં પાકિસ્તાનની બોટ સાથે ડ્રગ્સ ઝડપાતા પાકિસ્તાનનો અસલી ચહેરો સામે આવ્યો છે. અને મળતી પ્રાથમિક માહિતી મુજબ 8 પાકિસ્તાનીઓને 30 કિલો હેરોઇનનો જથ્થા સાથે ઝડપી પાડીને જખૌ લઈ જવાની તેમજ સમગ્ર મામલે હજુ વધુ કાર્યવાહી ચાલી રહ્યાનું સામે આવી રહ્યું છે.આંતરરાષ્ટ્રીય બજારમાં આ હેરોઈનની કીમત કરોડોમાં થાય છે. જો કે આ મનસુબો સફળ થાય તે પૂર્વે જ પાકિસ્તાનની નાપાક હરકતને ગુજરાત ATS, દ્વારકા SOG અને કોસ્ટગાર્ડ એ નિષ્ફળ બનાવી દીધી છે.