Mysamachar.in-જામનગર:
જામનગર જીલ્લાના જોડીયામાં પતિએ પત્નીના ચારિત્ર્ય પર શંકા કુશંકાઓ કરી મોતને ઘાટ ઉતારી દીધા બાદ મામલાને હાર્ટએટેકમાં ખપાવવાનો પ્રયાસ કર્યો હતો પણ પોસ્ટમોર્ટમ રીપોર્ટે હત્યારા પતિની પોલ ખોલી નાખતા હત્યારા પતિ સામે જોડિયા પોલીસ મથકમાં પોસ્ટમોર્ટમ રીપોર્ટને આધારે હત્યાની કલમ હેઠળ ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે.આ અંગે પોલીસ ચોપડેથી મળતી વિગતો મુજબ….
જામનગર જીલ્લાના જોડિયા તાલુકાના મોરાણા ગામની સીમમાં આવેલ જેતાભાઇ બીજલભાઈ ઝાપડા વાડીએ ખેતમજુરી કામ કરતા રાકેશ બદરી દેવદાના લગ્ન ચંદુ સાથે થયા હતા લગ્નજીવન દરમિયાન પતિ રાકેશ પત્ની ચંદુના ચારિત્ર્ય પર શંકા કુશંકાઓ કરતો હતો, એવામાં ગત તારીખ 11 એપ્રિલના રોજ બન્ને વચ્ચે બોલચાલી થયા બાદ પતિ રાકેશ દેવદાએ પત્ની ચંદુબેનને માથામાં કોઈ બોથડ પદાર્થ ઝીંકી હત્યા નીપજાવી હતી. હત્યા નિપજાવ્યા બાદ પતિએ સાસરિયાઓને પત્ની ચંદુને હાર્ટએટેક આવ્યાની ખોટી હકીકતો જાહેર કરી હતી જો કે મૃતક પત્નીના પિતા સહિતનાઓને શંકા જતા તેવોએ ચંદુનો પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું. જેમાં માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોચી હોવાનું સામે આવતા પત્નીના ચારિત્ર્ય પર શંકા કરનાર પતિએ પત્નીને મોતને ઘાટ ઉતારી દીધાની ઘટનામાં હત્યાની કલમ હેઠળ જોડિયા પોલીસ ગુન્હો નોંધ્યો છે.