Mysamachar.in-જામનગર:
પીવાનુ પાણી મનવ જીવનનો અભિન્ન હિસ્સો છે પ્રાણવાયુ બાદની અતિ જરૂરીયાતવાળા ગણાતા પાણીના પીવા ઉપરાંતના વિવિધ વપરાશો હોય છે જામનગરના નગરજનોની આ અનન્ય જરૂરીયાત 16 વોર્ડ અને 125 ચો.કી.મી. જેટલા નગરના વિશાળ વિસ્તારમા મર્યાદિત મેનપાવર વચ્ચે પુરી પાડવાની કટીબદ્ધતા જામનગર કોર્પોરેશનની દર વર્ષે જોવા મળે છે,
નાગરીકો સુધી નિયમીત પાણી પહોંચતુ જોવા મળે લોકોની ફરિયાદનો નિકાલ થાય તે માટે માત્ર દરરોજ નહી દરેક કલાક એલર્ટ રહેવુ પડે (365*24 જેવુ ) અને સૌના અથાગ પરીશ્રમના પરસેવા બાદ આ જીવન રક્ષક ( બંધારણીય શબ્દ) જળ સૌને મળે અને અધીકાર (નેશનલ હ્યુમન રાઇટ કમીશનના આદેશ) મુજબ પરહેડ 120 થી 140 લીટર પર હેડ દરરોજ (એકાંતરા વિતરણ હોય તો તેનુ ડબલ) મળે અને સાત લાખની વસતીમાંથી મોટાભાગની વસતી આ અંગે કવર થતી હોય તે માટે 1000 કીમી થી વધુ નાની મોટી મધ્યમ પાઇપલાઇનોના નેટવર્ક ડઝનેક ESR તો તે માટેની જહેમતનો અંદાજ લગાવી શકાય છે,

પાણી મેળવવુ એકઠુ કરવુ વિતરણ કરવુ નવા કામો કરવા સુધારા કરવા સંકલન સાધવુ અને દરરોજ એનાલીસીસ કરી ઇમ્પ્રુવમેન્ટ કરવુ તે બાબતો જો કે બિરદાવવા લાયક બની રહે છે કેમ કે સવા લાખથી વધુ નળજોડાણ ધારકોને બે ભાગમા વહેચી એકાતરા એક સવા કરોડ લીટરથી વધુ પાણી વિતરણ થાય છે….
ચિંતાની બાબત એ છે કે ઉનાળો ધીમે પગલે શરૂ થઇ ગયો છે પાણીના ડેમો અડધા સુધી પહોચી ગયાની સ્થિતિમાં છે, તો બીજી તરફ નર્મદાના પાણીના કરોડો ચુકવવાના બાકી છે, સિંચાઇ વિભાગને ૧૫૦ કરોડ રૂપીયા ચુકવવાના છે અને માર્ચ થી જુલાઇ સુધી પાંચ મહિના 150 દિવસ કપરા છે તે અણસાર હાલ આવી ગયો છે જો કે નવુ પ્લાનીંગ બનાવાયુ છે પરંતુ રણજીતસાગરથી પંપ હાઉસ નવીલાઇનનું સફળ ટેસ્ટીંગ થયાનું કાર્યપાલક ઈજનેર નરેશ પટેલ જણાવે છે, બીજુ ઇએસઆર પરથી પાણી વિતરણ શહેરના નળ જોડાણ ધરાવતા ગ્રાહકો(કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટ હેઠળ આવે છે)ને માથા દીઠ રોજ 140 લીટર પાણી જામનગર કોર્પોરેશન માનો કે આ ઉનાળામાં આપી નહી શકે તો? ઉનાળો પીવાના પાણી માટે વરવો જશે?
જો કે જામનગર કોર્પોરેશનના વોટરવર્કસ વિભાગના કાર્યપાલક ઈજનેર નરેશ પટેલએ એવુ જણાવ્યુ છે કે અમોને નાગરીકો માટેની આ જવાબદારી પુર્ણ કરવા માટે સતાધારી પાંખ અને વહીવટી પાંખનો પુરો સપોર્ટ મળે છે ખાસ કરીને કમીશનર ડી.એન.મોદી તરફથી ઝડપી પ્રોજેક્ટ મંજુરીઓ યોગ્ય ખર્ચ મંજૂરીઓ તેમજ ડી.એમ.સી અને સીટી ઈજનેરના વખતો વખતના માર્ગદર્શન તેમજ સ્ટાફની સૌની જહેમત તેમજ નાગરીકોનો અને બીજા વિભાગોનો સહયોગ અમારી કામગીરીને સરળ બનાવે છે,

-વોટર વર્કસ વિભાગની છેલ્લા બાર પંદર મહીનાઓ કે દોઢ વર્ષમા જ એક વોલ્યુમ બને તેટલી કામગીરીઓ જાણવા મળી છે ત્યારે હાઇલાઇટસ જોઇએ તો
-૧૦૦કીમી પાણીની નાની મોટી નવી લાઇનો એક વર્ષમા જ નંખાઇ
-રણજીતસાગરથી પંપ હાઉસ 7 કિમી ગ્રેવીટેશનલ ફોર્સ થી પાણી પહોંચાડશે નવી પાઇપ લાઇન કામ
-ઉંડ ડેમથી જામનગર પાણી લાવવા બાયપાસ સમ્પ સુધીની લાઇનનુ કામ પુરજોશમાં
-ડેમ સાઇટ થી જે બંને પાણીની લાઇન સીમેન્ટની 1980 થી હતી હવે 700 ના બદલે 900 એમએમ ડાયામીટરની DI પાઇપ લાઇન જે 42 થી 43 વર્ષ જુની છે તે લાઇન બદલી
-જંક્શનોના -વાલ્વના રીપેરીંગના- શીફ્ટીંગના કામ સતત ચાલુ
-લોકોનો વસવાટ વધતા પાણી 1000 કી.મી.જેટલી કુલ લંબાઇની લાઇનો થી 6 થી 8 કીમી ની પરીઘીમા પહોંચતુ થયુ
-જામનગર કોર્પોરેશનનો વિસ્તાર વધતા પાણીની માંગ ને પહોંચી વળવા નવા ઇ.એસ.આર. નવી પાઇપલાઇન નવા જંક્શન વગેરેના કામનુ આયોજન તેમજ ગ્રાઉન્ડ ઉપર એમ બંને ધમધમાટ
-નગરની ચોતરફ પાણીના ટાંકા ઠેર ઠેર નંખાતી લાઇનો જોતા જ પાણી માટેની જામનગર કોર્પોરેશનની જહેમતનો અંદાજ આવી જાય
-નલ સે જલ થી નવી સોસાયટીઓને મળ્યો લાભ
-ડેમો ” સૌની”થી ભરાતા રહે છે નર્મદા નિત્ય છે તો ખાસ કઇ બુમ ઉઠતી નથી-ચોમાસુ ખેચાયુ હોય તો પણ નર્મદા ઉપર બાદમા વધુ આધાર રહેશે
-તળાવમા પણ “સૌની”ના પમ્પીંગ ચેકીંગનુ સુખદ આશ્ચર્ય સમાન પાણી ગત વરસે પહોંચતા પરીઘીમા તળને વધુ એક વખત રીચાર્જ ની ઝલક મળી હતી
-ઉનાળાની વાત કોર્પોરેશન કહે છે કે…..ચિંતા ન કરો
જામનગર કોર્પોરેશનના વોટર વર્કસ કાર્યપાલક ઈજનેર નરેશ પટેલ જણાવે છે કે ઉનાળો શરૂ થયાનુ જણાતા જ પીવાના પાણીનુ પ્લાનીંગ માંગ્યુ હતુ જે અમે માર્ચ એપ્રિલ અને મે માસનુ નક્કર આયોજન કરી લીધુ છે તેમજ ગત વર્ષે કાળઝાળ રેકર્ડ બ્રેક ગરમી હતી છતાય ગત ઉનાળામાં પાણીકાપ નહોતો કર્યો તે જ રીતે આ વખતે વિશ્વાસ છે કે નક્કર આયોજનથી જે હાલ વિતરણ થાય છે તે રીતે જ પાણી વિતરણ થઇ શકશે અને હા જુન જુલાઇમાં નર્મદાનુ પાણી વધુ મેળવવા અત્યારથી જ માંગણી મુકાઇ જશે રણજીતસાગર ઉંડ, સસોઇ, આજી ડેમના પાણી પણ મળતા રહેશે ઉપરાંત પીવાના પાણી માટેના નવા નેટવર્ક ખૂબ જ ઉપયોગી થશે તેમ પણ ઉમેર્યુ છે
-હાલ ક્યાંથી દરરોજ કેટલું પાણી જામનગર શહેર માટે મળે છે…?
જામનગર શહેરમાં દૈનિક 140 MLD પાણીની જરૂરિયાત સામે આજી ડેમમાંથી 40 MLD, ઉંડ-1 ડેમ, રણજીતસાગર ડેમ, સસોઈ ડેમ અને નર્મદામાંથી દૈનિક ધોરણે 25-25 MLD પાણી મેળવી અને વિતરણ કરવામાં આવે છે જે જુલાઈ અંત સુધી ચાલે તેટલા હોવાનું વોટર વર્કસ વિભાગ જણાવે છે.
