Mysamachar.in-જામનગર
જામનગર મહાનગરપાલિકાની આવકનો મુખ્ય સ્ત્રોત જ વેરાની આવક છે, એવામાં કેટલાક આસામીઓ વર્ષોથી વેરો ભરપાઈ કરવા બાબતે હાલતા જ નથી, જ્યાં હવે મનપાની ટીમે રીકવરી કરવા ટીમો બનાવી અને ધોકો પછાડવાનું શરુ કર્યું છે, છેલ્લા 3 દિવસમાં જ મનપાની રીકવર ટીમ દ્વારા સ્થળ પરથી જ 87 લાખ જેટલી માતબર વસુલાત કરવામાં આવી છે, અને આ વર્ષમાં વર્ષ 2020/21 56 કરોડ ઉપરાંતની રકમની વસુલાત કરવામાં આવી છે, ટેક્સ સમયસર નહી ભરનાર આસામીઓની આજે 12 મિલકતો સીલ કરી દેવામાં આવી છે. આ રીકવરીની કામગીરી આસી.કમિશ્નર ટેક્સ જીગ્નેશ નિર્મળના માર્ગદર્શન હેઠળ તેમની ટીમ દ્વારા કરવામાં આવી છે. અને આવનાર દિવસોમાં પણ આ ઝુંબેશ અવિરત રાખી અને જે આસામીઓ મિલકતવેરા સહિતની રકમ ભરપાઈ નહિ કરે તેની મિલકતો સીલ કરવા સુધીની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેમ જાણવા મળે છે.