Mysamachar.in: જામનગર
જામનગર કોર્પોરેશનનો એક બહુ ચર્ચિત “દલ્લો” કર્યા ભોગવે તેવી ફીક્સ સ્થિતિમાં મુકાયો છે અને ભોળા તેમજ ડરપોક લોકોને બાંધકામ ગેરકાયદેસર છે તેમ કહી “સેટીંગ”કરતો અને કરાવતો “દલ્લાં” ઉપર ટાઉન પ્લાનીંગ ઓફીસ (ટીપીઓ) એ પલટવાર ઉપરથી સૂચનાઓને આધારે કર્યો છે અને ગેરકાયદેસર બાંધકામ અંગે શો કોઝ નોટીસ ફટકારી છે,
પોતાની જાતને સ્વઘોષીત દબાણ નીરીક્ષક ગણાવતા આ દલ્લાના કરતૂતો સમગ્ર કોર્પોરેશનમાં તો ખરૂ વધુ પ્રમાણમાં ટાઉન પ્લાનીંગ અને એસ્ટેટ શાખામાં વધુ છે ત્યા જાણે પોતે નોકરી કરતો હોય એમ ઓફીસ ખુલ્લે એ પહેલા સફાઇ કામદારોની સાથોસાથ આવીને ઓફીસના કાગળો ફંફોળવા મંડતો અને જ્યાં કઇક કો”કના બાંધકામ વિષે જાણવા મળે તો પોતે જ બેનામી અરજી કરાવી આસામીઓને દબાવીને, તોડી પાડવાની જાવક નંબર વગરની(!!??) નોટીસો કઢાવીને “નાણાં ખંખેરતો હતો” તેના આ કારનામાઓ સામે ટીપીઓ બ્રાંચના સ્ટાફ તો શું અધીકારીઓ પણ અવાજ ન કરતા, કોણ જાણે શું કારણ હોય!?

ત્યારે બન્યુ છે એવુ કે આ “દલ્લા” નો પોતાના કુંડાળામાં જ પગ પડ્યો છે હાલ સરકારે આપેલી નવી શરતની કોલોનીમાં પોતે મકાન લીધુ તેમાં વધુ બાંધકામ પણ કર્યુ અને તે બાબતે મ્યુનિસીપલ કમીશનર અને જીલ્લા કલેક્ટરને કોઇ જાણભેદુએ ફરીયાદ પ્રકારની વિગતવાર અરજી કરતા સમગ્ર તંત્ર હરકતમાં આવી ગયુ અને આ “દલ્લા”ને ગેરકાયદેસર બાંધકામ અંગે જીપીએમસી એક્ટ હેઠળની સીટી એન્જીનિયરની સહીથી ટાઉનપ્લાનીંગ શાખાએ નોટીસ ફટકારી છે, ત્યારે હતપ્રત થય ગયેલો આ “દલ્લો” નોટીસ સ્વીકારતો ન હતો કેમકે પોતે ગામમાં પોચુ જોઇ મંજુરી વગરના બાંધકામ બાબતે નોટીસો અપાવી અપાવીને દબાવતો ફરતો અને નાણા ખંખેરતો અને અમુક માટે દલાલી પણ કરતો હતો તેને જ પરવાનગી વગર બાંધકામ મામલે નોટીસ ફટકારાઇ છે ત્યારે કોર્પોરેશન વર્તુળોમાં અનેક ચર્ચાઓ થઇ રહી છે અને આ “દલ્લા”ના અનેક કિસ્સાઓ હવે એકાએક એવી રીતે બહાર આવવા મંડ્યા છે કે જો સહેજે શરમ હોય તો માણસ કોર્પોરેશનમાં પગ પણ ન મુકે…..જો કે શરમ વગરના હોય એનુ કેવુ હોય…. પેલુ ક્યે છે ને કે “નવે નાકે દિવાળી…..” કહેવાય તેમજ નાક વગરના માટે બીજો એક શબ્દ પ્રયોગ પણ થાય છે
બીજી વિગતો એ પણ જાણવા મળી છે કે જે જમીન ઉપર પરવાનગી વગર બાંધકામ કર્યુ છે એ જમીન શરતભંગ બદલ ખાલસા થાય તેમ છે જે અંગે પણ વિસ્તૃત વિગતો એકઠી કરવામાં આવી રહી છે તેમજ હજુ વધુ પ્રત્યાઘાતો અને જાણકારીઓ બહાર આવશે તેમ અમુક લોકોના આ ત્રાસદાયક તોડતાડ કરનારા સામેનો આક્રોશ જોતા લાગે છે,
દરમ્યાન “આઘાત અને પ્રત્યાઘાત સરખા અને સામસામા હોય છે” તેમ બાંધકામ તોડી પાડવા કોર્પોરેશનની (જ્યાં બેસીને પોતાની દુકાન ચલાવતો અને “તાપણું શેકતો) નોટીસ મળતા અને નકલ એસ્ટેટ શાખાને મોકલાતા આ “દલ્લા”ને 440 વોલ્ટનો ઝટકો તો લાગી ગયો છે ને પગની આંગળીથી માથામાં શીખાના ભાગ સુધી અગન લબકારા થઇ ગયા છે પરંતુ હજી કદાચ પગ વાળીને બેસે તેમ તો નથી તો બીજી તરફ આ “દલ્લા”ના “તોડકાંડ”ના શીકાર બનેલાઓમાં અને કોર્પોરેશનની ટીપીઓ બ્રાંચમાં અમુકમાં ખુશીની લહેરો દોડી ગઇ છે અને અમુક જાણકાર લોકો એવુ કહેતા સાંભળવા મળે છે કે…..”ભલે થયું જે થયું એ જ લાગણો હતો ઇ સેટીંગ્યો……”