Mysamachar.in-જામનગર:
વિશ્વકક્ષાની જ્યોતિષ તજજ્ઞોની સંસ્થામા જામનગરના સુપ્રસિદ્ધ માં પીતામ્બરા બગલામુખી ઉપાસક જ્યોતિષી જીગરભાઈ પંડ્યાને લાઈફ ટાઈમ મેમ્બર તરિકે નિયુકતિ થઇ છે. અમેરીકાની ઇન્ટરનેશનલ વૈદિક એસ્ટ્રોલોજી ફેડરેશન(યુ.એસ.એ.) દ્વારા શાસ્રીજીને જ્યોતિષ તરીકેની વિશેષ સેવા બદલ પ્રમાણપત્ર એનાયત કરાયુ છે.
વિશ્વકક્ષાની જ્યોતિષ તજજ્ઞોની સંસ્થા IVAF-International Vedic Astrology Federation (U.S.A) માં લાઈફ ટાઈમ મેમ્બર તરિકે નિયુકતિ અને પોતાની જ્યોતિષ તરીકેની વિશેષ સેવા બદલ સર્ટિફિકેટ થી સન્માનિત કરવામાં આવ્યા હતા ત્યારે શાસ્રી જીગરભાઇ પંડ્યાએ આ વૈશ્વિકસંસ્થાનો આભાર માન્યો હતો.

વિશ્વકક્ષાએ જ્યોતિષ શિક્ષણ,સંશોધન,સેમિનાર,એવોર્ડ,સંશોધન સહિતના ક્ષેત્રે ખુબજ પ્રસંશનીય રીતે અને ગહનતાથી કાર્યરત IVAF-International Vedic Astrology Federation (U.S.A) દ્વારા જ્યોતિષી જીગરભાઈ પંડ્યા ને લાઈફ ટાઈમ મેમ્બર બનાવવામાં આવ્યા છે, માં બગલામુખી દેવી ઉપાસના, જ્યોતિષ ,વાસ્તુ,અને ભારતિય વૈદિક તજજ્ઞતા સાથે વિશ્વકક્ષાની સંસ્થાના અભિગમોનો લ્હાવો જામનગરની જનતાને મળી રહેશે તેવી આ નિયુક્તિથી અપેક્ષા સેવાય રહી છે.

ઉલ્લેખનીય છે કે જામનગરમાં યજ્ઞ-યજ્ઞાદિ સહિત વિવિધ શાસ્ર સમ્મત કર્મકાંડ અને વૈવિધ્યપુર્ણ વિધિવિધાન કરવાની નિપુણતા સાથે તેઓ બહોળો યજમાન સમુદાય ધરાવે છે અને જામનગર સિવાય દ્વારકા , રાજકોટ,અમદાવાદ શહેરોમાં પણ તેઓના ધાર્મિક કાર્યક્રમો અને તેઓના વ્યાસાસને શ્રીમદ ભાગવદ જ્ઞાનયજ્ઞના પણ અનેક આયોજનો થાય છે