Mysamachar.in-જામનગર:
જામનગર-૧૨ લોકસભા બેઠક જો કોંગ્રેસને જીતવી હોય તો પાટીદાર ઉમેદવાર પર પસંદગી ઉતારવામાં આવે તો આ બેઠક પર કબ્જો મેળવી શકાય તેવું જ્ઞાતીગત સમીકરણો જોતાં લાગી રહ્યું છે અને કોંગ્રેસ દ્વારા આ વખતે નવો દાવ ખેલીને પાટીદારને વર્ષો બાદ ટિકિટ આપવા માટે મન બનાવી લીધું છે તેવી ચર્ચાએ જોર પકડ્યું છે, ત્યારે જામનગરમાં વર્ષોથી કોંગ્રેસમાં જોડાયેલા ખેડૂત પુત્ર અને પાટીદાર નેતા જયંતિલાલ એ. દોંગાએ કોંગ્રેસ પક્ષના હિતમાં લોકસભા બેઠક લડવાની ઈચ્છા વ્યક્ત કરીને દાવેદારી કરી છે,ત્યારે હાલ તો કોંગ્રેસમાંથી જયંતિભાઈ દોંગાને સંભવિત ઉમેદવાર માનવામાં આવી રહ્યા છે,

જામનગરમાં રહેતા જયંતિલાલ એ.દોંગા છેલ્લા ઘણા વર્ષોથી કોંગ્રેસ સાથે જોડાયેલા છે અને સંગઠનમાં પણ માહિર છે. ઉપરાંત સિક્રેટ મિશનના માસ્ટર માઇન્ડ હોય અલગ અલગ વિસ્તારોમાં જનસંપર્ક કરીને કોંગ્રેસ તરફે માહોલ બનાવ્યો હોવાનું પણ ચર્ચાઇ રહ્યું છે.હાલ તેમના પત્ની પણ જામનગર મહાનગરપાલિકામાં કોંગ્રેસના કોર્પોરેટર તરીકે સેવા આપી રહ્યા હોય જેથી જામનગર શહેરની ઉતર અને દક્ષિણ બેઠક પર પણ કોંગ્રેસ તરફે વાતાવરણ બનાવવા માટે સતત પ્રવાસ કરી કોંગ્રેસ તરફી જનમત ઊભો કરવા માટે જયંતિભાઈ દોંગા કાર્યરત જોવા મળે છે,

જામનગર-૧૨ લોકસભા બેઠક પર સૌથી વધારે અંદાજે ૩ લાખ જેવા પાટીદાર મતદારો છે, જ્ઞાતીના સમીકરણોના આધારે પાટીદાર ઉમેદવારને કોંગ્રેસમાંથી ટિકિટ આપવામાં આવે તો આ બેઠક જીતી શકાય તેમ છે અને આ બેઠક પર પાટીદારોના મતો નિર્ણાયક હોય જેને ધ્યાને રાખીને પાટીદાર અગ્રણી જયંતિલાલ દોંગાએ આ વખતે લોકસભાની જામનગર બેઠક પર પાટીદાર ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતારવામાં આવે તો પોતાની જીત નિશ્ચિત હોવાનો દાવો તેણે કર્યો છે,

જામનગર લોકસભાની બેઠક પર કહેવાતા પેરાશૂટ ઉમેદવારને પ્રજા જોવા માંગતી નથી અને સ્થાનિક એવા પાટીદાર આગેવાન જયંતિભાઈ દોંગાની તરફેણમાં હાલ તો માહોલ જોવા મળી રહ્યો છે.

જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.