Mysamachar.in-રાજકોટ:
સૌરાષ્ટ્રમાં અંધશ્રદ્ધાને નાબુદ કરવા ભુવા-ભરાડીના ધતિંગનો છાશવારે પર્દાફાશ કરતા રાજકોટના જન વિજ્ઞાન જાથાના સંયોજક જયંત પંડ્યાને નાણાકીય ઉચાપતના કેસમાં રાજકોટની અદાલતે ૭ વર્ષની સજા ફટકારી છે,

આ કેસની વિગત એવી છે કે રાજકોટ જન વિજ્ઞાન જાથાના સંયોજક જયંત પંડ્યા રાજકોટની શાળા નં.૧૦માં જે તે સમયે આચાર્ય તરીકે ફરજ બજાવતા હતા. ત્યારે જયંત પંડ્યા અને ક્લાર્ક સામે 22 હજારની ઉચાપતની ફરિયાદ શાસનાધિકારી જે.ટી.માણેકએ નોંધાવી હતી. આમ ૨૮ વર્ષ પહેલા બનેલા આ ઉચાપતના બનાવનો કેસ રાજકોટની અદાલતમાં ચાલી જતા જયંત પંડ્યાને ૭ વર્ષની સજા ફટકારવામાં આવી છે પરંતુ સજા મોકૂફ રાખવા અને અપીલમાં જવા મુદત માંગતા હાલ તો જયંત પંડ્યાને જામીન મળ્યા છે.



જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.