Mysamachar.in-જામનગર:
વોટચોર ગાદી છોડ” ગુજરાત યુવક કોંગ્રેસના સહી ઝુંબેશ કાર્યક્રમમાં ગતરોજ જામનગરમાં યોજાયેલા સહી ઝુંબેશમાં 1000 સહી કરીને ફોર્મ ભરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમ હેઠળ સહી ઝુંબેશ કાર્યક્રમ ગુજરાત યુવક કૉંગ્રેસના પ્રમુખ હરપાલસિંહ ચુડાસમા, મહામંત્રી પ્રવીણભાઈ વણોલ, રવિભાઈ જીત્યા અને ઓલ ઈન્ડિયા યુવક કૉંગ્રેસ ના મંત્રી પવનભાઈ મજીઠીયાની આગેવાનીમાં સમગ્ર ગુજરાતની સાથે જામનગર ખાતે ગતરોજ યોજાયો હતો.જેમાં પૂર્વ સાંસદ વિક્રમ માડમ પણ હાજર રહ્યા હતા
આ કાર્યક્રમ જામનગરમાં જામનગર શહેર યુવક કોંગ્રેસ પ્રમુખ ડો તોસિફખાન પઠાણ ગુજરાત યુવક કોંગ્રેસના મહામંત્રી શક્તિસિંહ જેઠવા ગુજરાત એનએસયુઆઈ મહામંત્રી મહિપાલસિંહ જાડેજા જામનગર એનએસયુઆઈ પ્રમુખ રવિરાજસિંહ ગોહિલ સહીત જોડાયા હતા