mysamachar.in-જામનગર
ગત શનિવારના રોજ જામનગરના રણજીતસાગર રોડ પર વસવાટ કરતાં અને વકીલ કિરીટજોશી હત્યા કેસના સાક્ષી અને તેના ભાઈ ને ભૂમાફિયા અને કિરીટજોશીની હત્યાની સોપારી આપનાર જયેશ પટેલ એ ફોન પર ધાકધમકી આપી અને મિલકત પચાવી પાડવાની પણ ધમકી આપી,ફરિયાદી જયસુખ પેઢડીયાએ જે કથિત ફોન રેકોર્ડીંગ ની ઓડિયોક્લીપ પોલીસને આપી છે તેમાં આ આખાય પ્રકરણનો હાર્દ ક્યાય ને ક્યાંક જામનગર યાર્ડની ચુંટણી તરફ નીકળી રહ્યો હોય તેમ લાગી રહ્યું છે,
હાલમાં જામનગર ના હાપામાર્કેટિંગ યાર્ડ પર ભાજપનું શાશન છે,જે તે સમયે યાર્ડના હાલના ચેરમેન રાઘવજી પટેલ કોંગ્રેસમાં હતા અને તે સમયે કોંગ્રેસ ને કબજે જામનગર યાર્ડ રહ્યું હતું,પણ તેવો વિધાનસભાની ચુંટણી સમયે ખુદ પોતે ભાજપમાં જોડાઈ જતા સ્વાભાવિક જ છે કે યાર્ડ પર હાલનો કબજો ભાજપનો છે તેવું કહી શકાય,
પણ હવે વાત કરવામાં આવે સામે આવેલ કથિત ઓડીયોક્લીપમાં જયેશ પટેલ દ્વારા ફરિયાદી જયસુખ પેઢડીયા ને “હમણાં યાર્ડની ચુંટણી આવે છે…એમાં ચંદ્રેશ ભેગો કયાય દેખાડો એટલે હું ફોન નહિ કરું અને ચંદ્રેશની ઓફિસે ક્યાય પણ દેખાણો ને ભાઈ એટલે હું ગમે તેના એકના હાથ પગ ભંગાવી નાખીશ” જેવા શબ્દોના ઉચ્ચારણ શું ઈશારો કરી રહ્યા છે..??તે ચર્ચાએ જામનગરના રાજકારણમા છેલ્લા બે દિવસથી ભારે જોર પકડ્યું છે,
જામનગર યાર્ડની ચુંટણીને તો હજુ અઢી માસ જેટલો સમય છે પણ તે પૂર્વે જ આ કથિત ક્લીપમાં યાર્ડ નો ઉલ્લેખ કોની તરફ શું ઈશારો કરે છે,શું રાજકીય નેતાઓના જયેશ પટેલ સાથે કોઈ કનેક્શન છે ખરા? કોને ફાયદો થાય તેના માટે કથિત ક્લીપમાં જયેશ પટેલ એવું કહે છે કે યાર્ડની ચુંટણીમાં હસમુખ પેઢડીયા ને દેખાવવાની નાં પાડે છે,
આ તમામ સવાલો અને સામે આવેલ કથિત ઓડિયો ક્લીપ પરથી એવી શંકા ઊભી થવી સ્વાભાવિક છે કે જયેશ પટેલ ને અને જામનગર યાર્ડની ચુંટણી ને કઈક કનેક્શન તો નથી ને..??